Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

માનવતા મરી પરવારી..! કૂતરાને સાતમા માળેથી માર્યો ધક્કો, થયું મોત

03:13 PM Jun 24, 2024 | Hardik Shah

Dog died : માનવતા મરી પરવારી… આ વાક્ય ખરેખર સાચુ સાબિત થઇ રહ્યું છે. અબોલા જાનવર પર માણસની ક્રૂરતાનો તાજો દાખલો દિલ્હીથી અડીને આવેલા ગ્રેટર નોઈડાથી સામે આવ્યો છે. અહીંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક રખડતો કૂતરો પ્લેટના સાતમા માળેથી પડીને મૃત્યુ પામ્યો હતો. જો કે આ પાછળની સત્યતાએ લોકોને ચોંકાવી દીધા છે. સોસાયટીમાં રહેતા ફરિયાદીને શંકા છે કે કોઈએ ઈરાદાપૂર્વક કૂતરાને ટેરેસ પરથી ધક્કો માર્યો છે. જેના કારણે કૂતરું સ્થળ પર જ મૃત્યુ પામ્યું હતું. CCTV કેમેરામાં ધાબા પરથી પડતા કૂતરાનો ફોટો પણ કેદ થયો છે. પરંતુ હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?

કૂતરો છત પરથી કેવી રીતે પડ્યો?

આ મામલો ગ્રેટર નોઈડાના સેક્ટર 1માં સ્થિત વિહાન હેરિટેજ સોસાયટીનો છે. રવિવારે અહીં એક રખડતા કૂતરાના છત પરથી પડી જવાના સમાચાર આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને CCTV કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું કૂતરો પોતે છત પરથી પડ્યો હતો કે પછી કોઈએ જાણી જોઈને ધક્કો માર્યો હતો? ફરિયાદી સુષ્મિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે CCTV કેમેરા ચેક કર્યા હતા. CCTVમાં રાત્રે લગભગ 2 વાગે કૂતરો બિલ્ડીંગમાં ઘૂસતો જોઈ શકાય છે. લગભગ 2:15 મિનિટે કૂતરો બિલ્ડિંગના સાતમા માળેથી નીચે પડ્યો હતો. બિલ્ડીંગની ઉંચાઈએ કેમેરા ન હોવાના કારણે કૂતરો છત પરથી પડવાનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ CCTVમાં કૂતરો નીચે પડતો સ્પષ્ટ જોઈ શકાય છે. સુષ્મિતાનો દાવો છે કે કોઈએ કૂતરાને ટેરેસ પરથી નીચે ફેંકી દીધો હતો. પણ આ ઘૃણાસ્પદ કામ કોણે કર્યું? અમે આ જાણતા નથી.

બીજા ફૂટેજમાં સત્ય બહાર આવશે

એનિમલ એક્ટિવિસ્ટ સુરભી રાવત કહે છે કે અમે બીજા CCTV ફૂટેજની રાહ જોઈ રહ્યા છીએ. જેમાંથી કદાચ આપણે કેટલાક સંકેતો મેળવી શકીએ. તે ફૂટેજમાં કૂતરાને ધક્કો મારનાર વ્યક્તિની ઓળખ થઈ શકે છે. જ્યારે આરોપીની ઓળખ થઈ જશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ મામલે FIR નોંધી છે અને આ મામલે તપાસ ચાલુ છે.

આ પણ વાંચો – Ahmedabad Police : દુષ્કર્મ માટે અપહરણ કરાયેલી બાળકીને શ્વાને બચાવી

આ પણ વાંચો – બાળકોથી વધુ શ્વાન દતક લેવા સહાય