+

ખેડૂતોની વ્હારે આવી કોંગ્રેસ સરકાર, આ રાજ્યમાં 2 લાખ સુધીના દેવા કરશે માફ

તેલંગાણાની કોંગ્રેસ સરકારે (The Congress government of Telangana) ખેડૂતો (Farmers) માટે એક મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડી (Telangana Chief Minister A Revanth Reddy) એ શુક્રવારે કહ્યું…

તેલંગાણાની કોંગ્રેસ સરકારે (The Congress government of Telangana) ખેડૂતો (Farmers) માટે એક મોટો નિર્ણય લીધો છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવન્ત રેડ્ડી (Telangana Chief Minister A Revanth Reddy) એ શુક્રવારે કહ્યું હતું કે, ખેડૂતો (Farmers) માટે 2 લાખ રૂપિયાની લોન માફી ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. આ પહેલા વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનું વચન આપ્યું હતું.

સરકાર પર 31,000 કરોડ રૂપિયાનો બોજ પડશે

રાજ્ય કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા રેડ્ડીએ જણાવ્યું હતું કે જે ખેડૂતોએ 12 ડિસેમ્બર, 2018 અને 9 ડિસેમ્બર, 2023 વચ્ચે 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે, તેમની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. ગયા અઠવાડિયે જ ઝારખંડમાં સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના બિલ માફ કરવાની જાહેરાત કરી હતી. રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યની તિજોરી પર આશરે રૂ. 31,000 કરોડનો બોજ પડશે. બીજી તરફ તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉની BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના વચનને પ્રમાણિકપણે અમલમાં ન મૂકીને ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા હતા. રેડ્ડીએ કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાની કૃષિ લોન માફીનું ચૂંટણી વચન પૂરું કરી રહી છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, અગાઉની સરકારે તેના 10 વર્ષના શાસનમાં માત્ર રૂ. 28,000 કરોડની કૃષિ લોન જ માફ કરી હતી. જ્યારે અમે 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાના છીએ.

  • તેલંગાણાની કોંગ્રેસ સરકારનો મોટો નિર્ણય
  • ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફીનું એલાન
  • કેબિનેટ બેઠક બાદ CM રેડ્ડીએ કરી જાહેરાત
  • 2018થી 2023 વચ્ચે લીધેલી લોન માફ કરાશે
  • રાજ્ય સરકાર પર 31 હજાર કરોડનો બોજ પડશે

ઝારખંડમાં લોન માફી સાથે મફત વીજળી

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. આ સાથે મફત વીજળીનો ક્વોટા વધારીને 200 યુનિટ કરવામાં આવશે. આ માટે તેમણે ઘણી બેંકોને દરખાસ્તો રજૂ કરવા કહ્યું હતું. સોરેનના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020 સુધી, ખેડૂતોની 50 હજાર રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા માફ કરવામાં આવશે.

આ પણ વાંચો – મોદી કેબિનેટની બેઠકમાં મોટા નિર્ણયોને મંજૂરી, ખેડૂતો માટે 14 પાક પર MSP લાગુ…

આ પણ વાંચો – ચૂંટણી પહેલા હરિયાણામાં ખેડૂત સંગઠનો સક્રિય, રાજ્યમાં યાત્રા કાઢી ભાજપને ચિંતામાં મુકવાની તૈયારી

Whatsapp share
facebook twitter