Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SIKKIM માં ભારે વરસાદ અને ભૂસ્ખલને મચાવી તબાહી, 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા

11:50 AM Jun 17, 2024 | Harsh Bhatt

SIKKIM HEAVY RAIN : ભારતમાં હાલ એક તરફ ઘણા શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ ઘણા વિસ્તારમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. પરંતુ નોર્થ ઈસ્ટમાં આવેલ SIKKIM માં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સમગ્ર જન જીવન ખોરવાયું છે. SIKKIM માં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ભૂસ્ખલન થઈ રહ્યું છે. આ ભૂસ્ખલન અને વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મળતી માહિતી અનુસાર, ઘણા લોકોના ગુમ થવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

યંગૂનમાં 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા

ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓ અને મકાનોમાં ભારે નુકશાન જોવા મળ્યું છે. ત્યારે વરસાદ બાદ સિક્કિમમાં તિસ્તા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કાલિમપોંગ તિસ્તા માર્કેટ પણ પૂરના પાણીમાં ડૂબી ગયું છે. આ આપદાના કારણે સિક્કિમ તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ સોમવાર રાતથી બંધ છે. યંગૂનમાં 1500 થી વધુ પ્રવાસીઓ પણ ફસાયેલા છે.

સીએમ પ્રેમ સિંહ તમંગે બચાવ અને રાહત માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપી

નોંધનીય છે કે, 12 અને 13 જૂનની રાત્રે પડેલા વરસાદે ઉત્તર સિક્કિમમાં તબાહી મચાવી છે. ભારે વરસાદના કારણે મકાનોની સાથે સાથે મોબાઈલ ટાવર અને ઈલેક્ટ્રીક પોલ પણ ધરાશાયી થયા છે વધુમાં અનેક જગ્યાએ રસ્તાઓ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. હાલ સીએમ પ્રેમ સિંહ તમંગે બચાવ અને રાહત માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપી છે.

આ પણ વાંચો : Warning : સરકારી કર્મચારીઓ હવે થઇ જાય સાવધાન..!