+

INDIA VS SOUTH AFRICA FINAL : સુપર ફાઇનલમાં ભારતની ટીમ શું પાર કરશે 200 નો સ્કોર? જાણો કેવો રહેશે આજે પિચનો મિજાજ

INDIA VS SOUTH AFRICA FINAL : આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) વિશ્વકપની ફાઇનલ મેચમાં સામ-સામે ટક્કરમાં આવશે. ભારત વર્ષ 2013 બાદથી icc ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ભારતીય…

INDIA VS SOUTH AFRICA FINAL : આજે ભારત અને દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) વિશ્વકપની ફાઇનલ મેચમાં સામ-સામે ટક્કરમાં આવશે. ભારત વર્ષ 2013 બાદથી icc ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ભારતીય ટીમ તેનું સપનું પૂરું કરવાથી ફક્ત એક જ કદમ દૂર છે. આજે કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે IST રાત્રે 8:00 વાગ્યે આ મુકાબલો રમાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા (SOUTH AFRICA) આ ​​વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી અને હવે T20 વર્લ્ડ કપ ટ્રોફી માટે ટૂર્નામેન્ટની ગ્રાન્ડ ફિનાલેમાં બંને એકબીજાનો સામનો કરશે. ભારતે સુપર 8 તબક્કામાં તેની તમામ 3 મેચો જીતી લીધી અને ટોચ પર સુપર 8માં તેની સફર પૂરી કરી હતી.

ભારત એક પણ મેચ હાર્યા વગર અજેય બનીને ફાઇનલ સુધી પહોંચ્યું છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા વિશે વાત કરીએ, તો તેમણે સુપર 8 તબક્કામાં  તમામ મેચો પણ જીતી હતી અને તે સુપર 8 તબક્કામાં પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર રહ્યું હતું. વર્ષ 2007 માં ભારત T20 વિશ્વકપમાં ચેમ્પિયન બનવામાં સફળ રહ્યું હતું. દક્ષિણ આફ્રિકા હજી સુધી એક પણ વખત વિશ્વકપ જીતી શક્યું નથી, માટે તેમના માટે પણ આ મેચ જીતવાની ઐતિહાસિક તક છે. આ અગત્યની મેચમાં પિચ કેવી હશે તે બાબત પણ ઘણી અગત્યની બની રહેવાની છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મુકાબલો કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે રમાવવાનો છે. ચાલો જાણીએ કેવા રહેશે આ મેચમાં પિચના હાલ

કેવો રહેશે પિચનો મિજાજ

કેન્સિંગ્ટન ઓવલ મેદાનની વાત કરીએ તો આ મેદાનની પિચ બેટ્સમેન અને બોલરો બંને માટે સંતુલન પૂરું પાડે છે. આ મેદાન ઉપર ફાસ્ટ બોલરોને બાઉન્સ સાથે સ્વિંગ કરવાનો મોકો મળે છે. તે જ સમયે, સ્પિનરો મીડલ ઓવરોમાં બેટ્સમેનોને ઘણી મુશ્કેલીમાં મૂકે છે. આ મેદાનના સરેરાશ સ્કોરની વાત કરીએ તો તે 153 રન છે. આ મેદાન પર કુલ 32 T20 મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 19 મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 11 મેચ જીતી છે. તે જ સમયે, બે મેચ અનિર્ણિત રહી હતી. આ મેદાન પર ટોસ મહત્વની ભૂમિકા ભજવશે. આ મેદાન પર આ વર્લ્ડ કપની કુલ આઠ મેચો રમાઈ હતી, જેમાં સુપર 8ની મેચમાં 181 રનનો બચાવ કરીને અફઘાનિસ્તાન સામે ભારતનો 47 રને વિજય પણ સામેલ છે.

ભારત અને દક્ષિણ આફ્રિકાના સંભવિત 11

ભારતના સંભવિત પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ

સાઉથ આફ્રિકા પ્લેઈંગ 11 : ક્વિન્ટન ડી કોક (વિકેટ-કીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, તબ્રેઈઝ શમ્સી

આ પણ વાંચો : IND Womens vs SA Women : સ્મૃતિ મંધનાએ દક્ષિણ આફ્રિકાના બોલરોની લીધી ક્લાસ, રચ્યો ઈતિહાસ

Whatsapp share
facebook twitter