Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Loksabha Election 2024: આ દિગ્ગજ નેતાઓ ચાલી રહ્યા છે મોટી લીડમાં, જાણો ક્યાથી કોની છે વધારે લીડ…

12:42 PM Jun 04, 2024 | VIMAL PRAJAPATI

Loksabha Election 2024: ભારતમાં અત્યારે લોકો બસ પરિણામની રાહ જોઈને બેઠા છે. એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી સરકાર બનાવી રહી છે. તો સામેની બાજું ઇન્ડિયા ગઠબંધન પણ સારૂ એવું પ્રદર્શન કરી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બીજેપીના દિગ્ગજ નેતાઓ અત્યારે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી અમિત શાહ 4.5 લાખની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જો આ બેઠક પર તેમની જીત પાક્કી છે. આ સાથે રાજકોટની વાત કરવામાં આવે તો પરશોત્તમ રૂપાલા 3,12,286 મતો સાથે આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, અહીં ક્ષત્રિય આંદોલન વિવાદ થયો હતો. પરંતુ બીજેપીનો પ્રચાર અહીં અસરકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે.

આ રહ્યા 12 દિગ્ગજ નેતાઓ
વારાણસી, ઉત્તર પ્રદેશ
નરેન્દ્ર મોદી(ભાજપ) અજય રાય (કોંગ્રેસ) અથર જમાલ લારી
75,325 વોટથી આગળ 75,325 વોટથી પાછળ
2,49,652 વોટથી પાછળ
ગાંધીનગર, ગુજરાત
અમિત શાહ(ભાજપ)
સોનલ પટેલ(કોંગ્રેસ)
 
4,10,883 વોટથી આગળ પાછળ
રાજકોટ, ગુજરાત
પરસોત્તમ રૂપાલા(ભાજપ)
પરેશ ધાનાણી (કોંગ્રેસ)
3,12,286 વોટથી આગળ પાછળ
અમેઠી, ઉત્તરપ્રદેશ
કિશોરી લાલ શર્મા(કોંગ્રેસ) સ્મૃતિ ઈરાની(ભાજપ) નન્હે સિંહ ચૌહાણ
50,758 વોટથી આગળ 50,758 વોટથી પાછળ
1,58,360 વોટથી પાછળ
પોરબંદર, ગુજરાત
મનસુખ માંડવિયા(ભાજપ)
લલિતભાઈ વસોયા(કોંગ્રેસ)
3,34,111 વોટથી આગળ પાછળ
નવસારી, ગુજરાત
સી આર પાટીલ(ભાજપ) નૈષધ દેસાઈ
4,20,642 વોટથી આગળ પાછળ
વાયનાડ, કેરળ
રાહુલ ગાંધી કે. સુરેન્દ્રન(ભાજપ) એની રાજા
2,15,357 વોટથી આગળ 2,93,889 વોટથી પાછળ
2,15,357 વોટથી પાછળ
નાગપુર, મહારાષ્ટ્ર
નીતિન ગડકરી(BJP) વિકાસ ઠાકરે
40,603 વોટથી આગળ પાછળ
કન્નૌજ, ઉત્તરપ્રદેશ
અખિલેશ યાદવ (સપા) સુબ્રત પાઠક (ભાજપ)
ઈમરાન બિન ઝફર (બસપા)
62,976 વોટથી આગળ 62,976 વોટથી પાછળ
1,74,282 વોટથી પાછળ
મંડી, હિમાચલપ્રદેશ
કંગના રનોટ (ભાજપ)
વિક્રમાદિત્ય સિંહ (કોંગ્રેસ)
56,149 વોટથી આગળ પાછળ
લખનૌ, ઉત્તરપ્રદેશ
રાજનાથ સિંહ (ભાજપ) રવિદાસ મેહરોત્રા(સપા)
મોહમ્મદ સરવર મલિક (બસપા)
19,642 વોટથી આગળ 19,642 વોટથી પાછળ
1,30,618 વોટથી પાછળ
જામનગર, ગુજરાત
પૂનમબેન માડમ (ભાજપ)
જે.પી.મારવિયા(કોંગ્રેસ)
1,62,862 વોટથી આગળ પાછળ

મનસુખ માંડવિયા 2 લાખ 98 હજારની લીડ સાથે આગળ

આ સાથે સાથે નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો વારાણસી ઉત્તર પ્રદેશમાં તેઓ 80 હજારની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી 2014થી આ જ બેઠક પરથી ચૂંટણી લડે છે અને જીતીને પણ બતાવે છે. અહીં વારાણસીની જનતાએ તેમને અપાર પ્રેમ આપ્યો છે. અમેઠીની વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાની 54,483 વોટથી પાછળ ચાલી રહ્યા છે. લાખોની લીડની વાત કરવામાં આવે તો પોરબંદર લોકસભા બેઠક પર મનસુખ માંડવિયા 3 લાખ 45 હજારની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે.

સી આર પાટીલ પણ 3 લાખ 69 હજારની લીડ સાથે આગળ

નોંધનીય છે કે, નવસારી લોકસભાની ભાજપના ઉમેદવાર સી આર પાટીલ પણ 4 લાખ 45 હજારની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. નોંઘનીય છે કે, આ લીડને પાર કરવી ઘણી મુશ્કેલ છે. તેથી આ બેઠક પર સી આર પાટીલની જીત પાક્કી છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી વાયનાડથી 2 લાખ 22 હજારની લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. જામનગરની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવારા પૂનમબેન માડમ 1,71,881 વોટથી આગળ ચાલી રહ્યા છે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો:  Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

આ પણ વાંચો:  Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?