+

Rajasthan Exit Poll: એક્ઝિટ પોલ પ્રમાણે રાજસ્થાનમાં કાયમ રહેશે ભાજપનો પરચમ

Rajasthan Exit Poll: રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકોને લઈને બે તબક્કામાં મતદાન યોજાયું હતું. નોંધનીય છે કે, છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તમામ 25 બેઠકો ભાજપના ખાતામાં આવી છે. તો આવી સ્થિતિમાં…

Rajasthan Exit Poll: રાજસ્થાનમાં લોકસભાની 25 બેઠકોને લઈને બે તબક્કામાં મતદાન યોજાયું હતું. નોંધનીય છે કે, છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તમામ 25 બેઠકો ભાજપના ખાતામાં આવી છે. તો આવી સ્થિતિમાં રાજસ્થાનમાં કોણ બાજી મારશે અને કોની ઉપર હાથ રહેશે તે જોવું રસપ્રદ રહેશે. નોંધનીય છે કે, એક્ઝિટ પોલના પરિણામો જોઈને સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. આજે 1 જૂને દેશના 8 રાજ્યોની કુલ 57 બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે.

રાજસ્થાન (25 બેઠકો)
NDA 16-19
INDIA 5-7
OTH 1-2

એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી આગળને હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તેમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પરચમ લહેરાવ્યો હતો. આ વખતે લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ પ્રમાણે રાજ્યમાં બીજેપી આગળ રહેશે. આંકડના વાત કરવામાં આવે તો NDA ને 16-19, INDIA ગઠબંધનને 5-7 બેઠકો જ્યારે અન્યને 1-2 બેઠકો મળી શકે છે.

લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો

તમને જણાવી દઇએ કે, ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયા બાદ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ એક્ઝિટ પોલ કે સર્વે બહાર પાડી શકાશે નહીં. નોંધનીય છે કે, મતદાનના છેલ્લા તબક્કાના અંતના અડધા કલાક પછી જ આ જારી કરી શકાય છે. આજે લોકસભા ચૂંટણીનું અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જેમાં લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે. અડધા કલાક પછી એટલે કે સાંજે 6.30 વાગ્યાથી એક્ઝિટ પોલના પરિણામો આવવાનું શરૂ થઈ જશે. નોંધનીય છે કે, અનેક મીડિયા દ્વારા એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવશે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ દેશનો સૌથી વિશ્વસનીય એક્ઝિટ પોલ માનવામાં આવે છે.

લોકસભા ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઉત્સાહમાં રહીં છે. આ સાથે સાથે લોકોમાં પણ મતદાનને લઈને ભારે જોશ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને લઈને સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. આ સાથે સાથે લોકસભાની ચૂંટણીને લઈને 4 જૂને મતગણતરી થશે. આ દિવસે નક્કી થશે કે દેશમાં કઈ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે?

નોંધ : આ માત્ર વિવિધ એજન્સીઓ દ્વારા સરવે કરી જાહેર કરાયેલ એક્ઝિટ પોલના આંકડા છે. સચોટ પરિણામ 4 જૂનના રોજ જાણી શકાશે, જ્યારે મતગણતરી બાદ પરિણામની જાહેરાત કરાશે. Gujarat First આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: Tamil Nadu Exit Poll: DMK-કોંગ્રેસનું વર્ચસ્વ ચાલુ રહેશે કે પછી NDA મારશે બાજી? જાણો શું કહે છે એક્ઝિટ પોલ…

આ પણ વાંચો:  Exit Polls: એકબાજું 400 પારનો નારો તો સામે I.N.D.I.A ને ગઢબંધનનો સહારો, જાણો કોનું શું દાવ પર લાગ્યું?

Whatsapp share
facebook twitter