Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Himachal Assembly Election : હિમાચલ પ્રદેશની 6 વિધાનસભા બેઠકો માટે બીજેપીએ ઉમેદવાર જાહેર કર્યાં

03:46 PM Mar 26, 2024 | VIMAL PRAJAPATI

Himachal Assembly Election : ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકસભા ચૂંટણીનો પ્રચાર કરી રહીં છે. તમને જણાવી દઈએ કે, લોકસભાનીં ચૂંટણી સાથે પાંચ રાજ્યોમાં વિધાનસભાની પણ ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ હિમાચર પ્રદેશની છ વિધાનસભા માટે યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. ભાજપે કોંગ્રેસના તમામ બાગીઓને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, આ નેતાઓ થોડા સમય પહેલા જ આ નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં.

હિમાચલ પ્રદેશ વિધાનસભા બેઠકના ઉમેદવાર
01. ધર્મશાલા વિધાનસભા બેઠક સુધીર શર્મા
02. લાહૌલ-સ્પીતિ વિધાનસભા બેઠક રવિ ઠાકુર
03. સુજાનપુર વિધાનસભા બેઠક રાજેન્દ્ર રાણા
04. બડસર વિધાનસભા બેઠક ઈન્દ્રદત્ત લખનપાલ
05. ગાગ્રેટ વિધાનસભા બેઠક ચૈતન્ય શર્મા
06.કુટલહાર વિધાનસભા બેઠક દેવીન્દ્ર કુમાર ભુટ્ટો

આ તારીખે હિમાચલમાં યોજાશે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આ નેતાઓ શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. ભાજતીય જનતા પાર્ટીમાં સામેલ કરતી વખથે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને નેતા જયરામ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, અપક્ષ ધારાસભ્યોના રાજીનામા હજુ સુધી વિધાનસભા અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં તેમની બેઠકો પરની પેટાચૂંટણીના સમયપત્રક પછી સ્થિતિ સ્પષ્ટ થશે.

4 જૂને જાહેર થશે પરિણામ

હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચાર બેઠકો માટે અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને યોજાશે. ઉલ્લેખનીય છે કે, આ જ દિવસે છ વિધાનસભા ક્ષેત્રોમાં પેટાચૂંટણી પણ યોજાવાની છે. તમને જણાવી દઈએ કે, 4 જૂને પરિણામ જાહેર થશે. રાજ્યમાં 7 મેના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 14 મે નક્કી કરવામાં આવી છે. 15મી મેના રોજ ઉમેદવારી પત્રોની છટણી થશે. 17 મેના રોજ નામ પરત ખેંચી શકાશે. આ જ પ્રક્રિયા છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે અનુસરવામાં આવશે.

આ પણ વાંચો: Sikkim Assembly Election : સિક્કિમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 9 ઉમેદવારો જાહેર કર્યાં, 19 એપ્રિલે થશે મતદાન

આ પણ વાંચો: Punjab BJP : પંજાબમાં ભાજપ અકાલી દળ સાથે નહીં કરે ગઠબંધન, એકલા લડશે લોકસભાની ચૂંટણી