+

Punjab BJP : પંજાબમાં ભાજપ અકાલી દળ સાથે નહીં કરે ગઠબંધન, એકલા લડશે લોકસભાની ચૂંટણી

Punjab BJP : લોકસભાની ચૂંટણીમાં ભાજપ અત્યારે જોરદાર પ્રચાર કરી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય…

Punjab BJP : લોકસભાની ચૂંટણીમાં ભાજપ અત્યારે જોરદાર પ્રચાર કરી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, પંજાબમાં બીજેપી અને અકાલી દળનું ગઠબંધન થાય તેવી ચર્ચાઓ ચાલી રહીં છે. જો કે બંને પક્ષો વચ્ચે સીટની વહેંચણીને લઈને કોઈ વાત થઈ શકી નથી. આ જ કારણ છે કે રાજ્ય ભાજપ અધ્યક્ષ સુનીલ જાખરે જાહેરાત કરી કે પાર્ટી પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.

ચૂંટણીને લઈને ભાજપનો ખાસ નિર્ણય

આ બાબતે સુનીલ જાખડે મંગળવારે કહ્યું કે, ‘લોકો અને કાર્યકર્તાઓની રાય લીધા બાદ ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશમાં એકલા જ લોકસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, સરહદીય પંજાબમાં અમન-શાંતિ જ ભારતના મજબૂત વિકાકનો રસ્તો છે અને રાજ્યના તમામ વર્ગોના ભલા માટે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.’

અકાલી દળ ભાજપના સૌથી જૂના સાથી પક્ષોમાંનું એક હતું

ઉલ્લેખનીય છે કે, પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નિર્ણયોમાં એમએસપીની માગને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જાખડે એવો પણ દાવો કર્યો હતો કે, છેલ્લા દશ વર્ષમાં ખેડૂતોને પોતાના ઉત્પાદન પર સારી એવી આવક મળી રહીં છે. તમને જણાવી દઈએ કે, અકાલી દળ ભાજપના સૌથી જૂના સાથી પક્ષોમાંનું એક હતું. જો કે, હવે રદ કરાયેલા કૃષિ કાયદાઓને લઈને તેણે સપ્ટેમ્બર 2020 માં NDA સાથે સંબંધો તોડી નાખ્યા.

બિહારમાં ભાજપ ગઠબંધન સાથે ચૂંટણી લડશે

આ સાથે 2019 ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, પંજાબમાં SAD અને BJP એ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતીં. પરંતુ મળતી વિગતો પ્રમાણે ચૂંટણીમાં સારા પરિણામ મળ્યા નહોતા. અત્યારે જો 2024 ની લોકસભા ચૂંટણીને લઈને વાત કરવામાં આવે તો, અત્યારે બીજેપી બિહાર સહિત થોડાક વિસ્તારોને બાદ કરતા સમગ્ર દેશમાં સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. જેમાં અત્યાર સુધીમાં મોટાભાગના ઉમેદવારોના પણ નામ પણ જાહેર કરી દેવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: Defence Ministry Recruitment : રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી ભરતીની જાહેરાત, આટલો મળશે પગાર

આ પણ વાંચો: ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, છોટુ વસાવા પોતે લડી શકે છે ચૂંટણી

આ પણ વાંચો: Lok Sabha Election : પૂર્વ વાયુસેનાના પ્રમુખ RKS Bhadauria અને Varaprasad Rao એ ધારણ કર્યો કેસરિયો

Whatsapp share
facebook twitter