Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હોળીમાં રંગોથી ત્વચા અને વાળને આ રીતે રાખી શકાય છે સુરક્ષિત

08:30 AM Mar 25, 2024 | Hardik Shah

Skin and Hair Care in Holi : રંગોનો તહેવાર (Festival) હોળી આવી ગયો છે. ભારતમાં હોળી (Holi) પર લોકો એકબીજા પર રંગો (Colors) લગાવીને રમતા હોય છે. જોકે, હોળીમાં લગાવવામાં આવતા રંગો તમારી ત્વચા અને વાળ (Skin and Hair) ને નુકસાન પહોંચાડી શકે છે. એટલે જ હોળી (Holi) માં રંગોથી રમતા પહેલા તમારે તમારી ત્વચા અને વાળ (Skin and Hair) ની ​​ખાસ કાળજી રાખવી જોઇએ. રંગો અને રસાયણોથી વાળને ખરાબ રીતે નુકસાન થાય છે. તમારા વાળ પર હોળીના રંગોની નકારાત્મક અસરને ટાળવા માટે આ ખાસ કામ પહેલા જ કરવું જોઇએ.

હોળીમાં રંગોથી રમતા પહેલા રાખો સાવધાની

હોળીમાં રંગોથી રમ્યા બાદ ચહેરા અને વાળનો રંગ અને ટેક્સચર બગડે છે. સૌંદર્યની આ સમસ્યાઓથી બચવા માટે તમારે હોળી પહેલા તમારી ત્વચાની કાળજી લેવી જોઈએ. પરંતુ, હોળી પછી, તમે વાળ અને ત્વચાને નુકસાન થતા બચાવા માટે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો અને કેટલીક ટિપ્સ કે જેના દ્વારા તમે તમારી ત્વચા અને વાળની સંભાળ રાખી શકો છો. ખાસ કરીને રંગોની પસંદગી બાબતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. જો તમે લાલ અથવા ગુલાબી શેડનો ઉપયોગ કરો છો, તો આ રંગો સરળતાથી દૂર કરી શકાય છે. જ્યારે કાળો, રાખોડી, જાંબલી અને નારંગી જેવા રંગો ત્વચામાંથી દૂર થવામાં ઘણો સમય લે છે.

ત્વચાની તેલ માલિશ કરો

હોળી પછી, સૌ પ્રથમ તમારી ત્વચાની તેલ માલિશ કરો. કુદરતી તેલમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. જે મસાજ કર્યા પછી શરીરમાંથી રંગો સાફ થઈ જાય છે. આ ત્વચાને પોષણ આપે છે અને ત્વચા પર જમા થયેલી ગંદકી અને રંગદ્રવ્યને પણ હળવાશથી સાફ કરે છે.

સનસ્ક્રીન અથવા બેબી ઓઈલનો ઉપયોગ કરો

તમે સનસ્ક્રીન અથવા બેબી ઓઈલનું જાડું પડ લગાવીને શરીરના સંવેદનશીલ ભાગોને પણ આવરી શકો છો. આનાથી રંગોને ત્વચામાં પ્રવેશવું મુશ્કેલ બનશે. આટલું જ નહીં, હોળી રમ્યા પછી રંગો દૂર કરવા અથવા ત્વચાને સાફ કરવામાં સરળતા રહેશે.

હોઠને આ રીતે કરો સુરક્ષિત

તમારી કોણી અને ઘૂંટણ પર વેસેલિન અથવા પેટ્રોલિયમ જેલી પહેલાથી જ લગાવો. જો રંગો નખ પર આવે છે, તો તે ખૂબ જ ખરાબ લાગે છે અને તેને તરત જ સાફ કરવું લગભગ અશક્ય છે. તમારા હોઠ પર લિપ બામનો ઉપયોગ કરો. હોઠ શરીરના સૌથી સંવેદનશીલ અંગોમાંથી એક છે. આવી સ્થિતિમાં તેની કાળજી લેવી પણ જરૂરી છે.

ત્વચાની સાથે નખની રાખો કાળજી

હોળી પર રંગો સાથે રમતી વખતે વાળ અને ત્વચાની સાથે નખની પણ કાળજી લેવી જરૂરી છે. પારદર્શક નેઇલ પેઇન્ટ લગાવવાથી તમારા નખમાં કેમિકલ કલર અટકશે નહીં. આને દૂર કરવામાં સૌથી વધુ સમય લાગે છે.

વધુ પ્રમાણમાં પ્રવાહીનું કરો સેવન

પુષ્કળ પાણી પીઓ અને તમારા શરીર અને ત્વચાને હાઇડ્રેટ રાખો કારણ કે શુષ્ક ત્વચામાં રંગો લાંબા સમય સુધી ટકી રહે છે. આ સિવાય પ્રવાહીનું સેવન કરવાથી તમારું એનર્જી લેવલ જળવાઈ રહે છે. તમારી ત્વચાને કૃત્રિમ રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવા માટે ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો. જો તમને એલર્જી હોય અથવા ફોલ્લીઓ થાય, તો ચોક્કસપણે ત્વચારોગ વિજ્ઞાનીનો સંપર્ક કરો. નિષ્ણાતની સલાહ લેવી વધુ સારું છે અન્યથા રસાયણો તમારી ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

વાળની ​​સંભાળ

જો તમે હોળીના દિવસે તમારા રંગીન વાળમાં શેમ્પૂનો ઉપયોગ કરતા પહેલા તમારા વાળને હૂંફાળા પાણીથી ધોઈ લો, તો તે તમારા વાળને નુકસાનથી બચાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું હશે. આ સિવાય હોળીની સવારે ચાર ચમચી મેથીના દાણા પલાળીને તેમાં દહીં અને ઈંડાની જરદી મિક્સ કરીને વાળ માટે પેક તૈયાર કરો. હોળીના દિવસે, જ્યારે તમે સ્નાન કરો છો, ત્યારે આ પેકને 30 મિનિટ સુધી રાખો અને પછી તેને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.

માથામાં ગરમ ​​તેલથી માલિશ કરો

હોળીના રંગો રમ્યા પછી તમારા વાળને શેમ્પૂ કરો. જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે માથામાં ગરમ ​​તેલથી માલિશ કરો. પછી, 2 કલાક પછી શેમ્પૂ કરો. હોળી પછી થોડા સમય માટે તમારા વાળને કલર કરવાનું ટાળો. કુદરતી હેર કન્ડીશનર તરીકે તમારા વાળ પર દહીં, ઈંડું અને મહેંદી લગાવો.

આ પણ વાંચો – ભક્ત પ્રહલાદની આસ્થા અને રાધા-કૃષ્ણના પ્રેમનું પર્વ એટલે હોળી

આ પણ વાંચો – Holi 2024 : પિચકારી બજારમાં PM મોદી અને યોગીની ધૂમ