Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP: કોલ્હાનના દિગ્ગજ નેતા અરવિંદ સિંહ ભાજપમાં જોડાયા, ભાજપ થયું વધુ મજબૂત

07:24 PM Feb 13, 2024 | VIMAL PRAJAPATI

BJP: ઝારખંડના ઇચાગઢના પૂર્વ ધારાસભ્ય અરવિંદ સિંહ ઉર્ફે મલખાન સિંહ તેમના હજારો સમર્થકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કામથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા હતા. મલખાન સિંહ ભાજપમાં જોડાવાથી કોલ્હનમાં ભાજપ વધુ મજબુત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વ ધારાસભ્યના પક્ષમાં જોડાવાના સમાચાર સાંભળી ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી વિગતો પ્રમાણે મલખાન સિંહ પાર્ટીમાં જોડાયા છે તો હવે ભારતીય જનતા પાર્ટી કોલ્હાનમાં ભારે મજબૂતી સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. અગાઉ મલખાન સિંહ બાબુલાલ મરાંડીની પાર્ટી JVM તરફથી ચૂંટણી લડ્યા હતા. અગાઉ તેઓ ભાજપમાં પણ હતા. અરવિંદ સિંહ ઉર્ફે મલખાન સિંહ પણ ઝારખંડ બીજેપી અધ્યક્ષ બાબુલાલ મરાંડીના ખૂબ નજીકના નેતા માનવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે કે કોલ્હનમાં ભાજપમાં જોડાયા બાદ ભાજપ કેટલું મજબૂત બને છે.

ઇચાગઢ બેઠક પરથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા

અરવિંદ સિંહે 1995માં પહેલી વખત બિહાર વિધાનસભા માટે ઇચાગઢ બેઠક પરથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે તેમણે કોંગ્રેસ પાસે તે વખતે ટિકિટ માંગી હતી પરંતુ કોંગ્રેસે ટિકિટ ના આપી જેથી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. ઉલ્લેખનીય છે કે, તેમની સફળતાને જોતા પછી ભારતીય જનતા પાર્ટીએ 2000ની ચૂંટણીમાં ટિકિટ આપી હતી. તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતાં. ત્યાર બાદ 2005ની ચૂંટણીમાં પણ તેમને ભાજપે ટિકિટ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં હાર્યા બાદ મલખાન સિંહે ભાજપના જ કેટલાક નેતાઓ પર આરોપ લગાવ્યા હતાં. અરવિંદ સિંહનો આ નિર્ણય યોગ્ય કહી શકાય, કારણ કે 2009ની ચૂંટણીમાં તેઓ ઝારખંડ વિકાસ મોરચાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને નાયબ મુખ્યમંત્રી રહેલા સુધીર મહતોને હરાવીને ત્રીજી વખત ધારાસભ્ય બન્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: Ashok Chavan કાલે કોંગ્રેસ છોડી, આજે BJP માં જોડાયા, ફડણવીસે કહ્યું- સ્વાગત છે Video