Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sonia Gandhi લોકસભાની ચૂંટણી નહીં લડે! કોંગ્રેસ રાજ્યસભામાં મોકલશે

08:54 PM Feb 12, 2024 | VIMAL PRAJAPATI

Sonia Gandhi: આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવાર બની શકે છે. અત્યારે સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલી લોકસભા બેઠકના સાંસદ છે. સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સોનિયા ગાંધી સિવાય અભિષેક મનુ સિંધવી પણ રાજ્યસભાની ઉમેદવાર બની શકે છે.

મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસના નેતાઓને રાજ્યસભાના ઉમેદવારો બનાવવામાં આવ્યા છે, તે અંગે જાણકારી સામે આવી છે. આમાં અજય માકન અને અખિલેશ પ્રસાદનું નામ પણ સામેલ છે. આ નેતાઓ રાજ્યસભાની ઉમેદવાર બની શકે તેવી વિગતો સામે આવી છે. આ સાથે કોંગ્રેસ પાર્ટી આગામી ટૂંક સમય એટલે કે, એક બે દિવસમાં પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.

સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને કોંગ્રેસ ગઠબંધનનું એલાન એકાદ અઠવાડિયામાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આ ગઠબંધનમાં કોંગ્રેસને 15 થી 16 બેઠકો મળી રહે છે. અત્યારે એવી પણ વિગતો મળી રહી છે કે, અમેઠી અને રાયબરેલી બેઠક પણ કોંગ્રેસને મળી શકે છે.

રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થવાની

આ સાથે એડીયુમાંથી સંજય ઝા રાજ્યસભામાં જશે તે વાત પર મોહર લાગી ગઈ છે. સંજય ઝા અને અખિલેશ સિંહે આજે વિધાનસભામાંથી નોમિનેશન માટે જરૂરી દસ્તાવેજો લેવામાં આવ્યા છે. ભીમ સિંહ અને ધર્મશિલા ગુપ્તાને ભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવે આરજેડી તરફથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થવાની છે. તમને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરીએ 15 રાજ્યોની 56 સીટો પર રાજ્યસભાની ચૂંટણી યોજાઈ શકે છે. આ માટે નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે પાકિસ્તાનના વખાણ કરી ભારત સામે ઝેર ઓક્યું