+

Mumbai Prank Viral Video: બે સંતાનોની માએ Prank ના ચક્કરમાં જીવ ગુમાવ્યો, જુઓ વિડીયો

Mumbai Prank Viral Video: Reels અને Prank નો શોધ આજના જમાનામાં જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક મામલો મુંબઈમાંથી સામે આવ્યો છે. તો મુંબઈની એક Building માં…

Mumbai Prank Viral Video: Reels અને Prank નો શોધ આજના જમાનામાં જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ત્યારે આવો જ એક મામલો મુંબઈમાંથી સામે આવ્યો છે. તો મુંબઈની એક Building માં Prank કરવાના ચક્કરમાં એખ મહિલાઓ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે આ ઘટનાની માહિતી મળતાની સાથે મુંબઈમાં ચકચારી મચી ગઈ છે. તો પોલીસે પણ આરોપીઓની સામે કડક કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી છે.

  • મહિલાનું ધટનાસ્થળ પર હ્રદયદ્રાવક મોત નિપજ્યુ

  • પુરુષનો જીવ પણ હેમખેમ રીતે બચ્યો હતો

  • આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે

તો આ સમગ્ર મામલો મુંબઈમાં આવેલા ડોંબિવલીનો છે. તો ડોંબિવલીમાં આવેલી ગ્લોબ સ્ટેટ Building માં મહિલાએ તેના મિત્ર સાથે Prank કરવાના સમયે Building પરથી નીચે પડીને જીવ ગુમાવ્યો છે. તો Building પરથી પડતાની ક્ષણભરમાં જમીન પર પટકાતા મહિલાનું ધટનાસ્થળ પર હ્રદયદ્રાવક મોત નિપજ્યુ છે. તો આ મૃતક મહિલાનું નામ નગીના દેવી મંજીરામ સ્વરૂપે સામે આવ્યું છે.

પુરુષનો જીવ પણ હેમખેમ રીતે બચ્યો હતો

તો માનાપડા પોલીસે સમગ્ર મામલે કેસ દાખલ કરીને તજવીજ હાથ ધરી છે. તે ઉપરાંત આ સમગ્ર મામલો Building માં હાજર સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે. ત્યારે વિડીઓમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મહિલા Building ના 3 માળએથી ભયાવહ રીતે નીચે પડી જાય છે. તો મહિલાને બચાવવા ગયેલા પુરુષનો જીવ પણ હેમખેમ રીતે બચ્યો હતો. જોકે ઘટનાસ્થળ પર હાજર લોકોએ આ પુરુષને બચાવવામાં સક્ષમ રહ્યા હતાં.

આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે

નગીના દેવીને તેમના પરિચિતો દ્વારા ગુડિયા દેવી તરીકે પણ ઓળખવામાં આવતા હતાં. તે Building માં ચોકીદાર તરીકે કામ કરતી હતી. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. આકસ્મિક મોતથી પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. પોલીસ હવે દરેક એંગલથી આ ઘટનાની તપાસ કરી રહી છે. હાલમાં સીસીટીવી વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ અકસ્માત છે.

આ પણ વાંચો: Capsules Cover Process: જાણો… કયા કેમિકલમાંથી Capsules ના કવર બનાવવામાં આવે છે?

Whatsapp share
facebook twitter