Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UP માંથી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકે હટાવાશે, રાજ્યપાલ પાસે માંગ્યો સમય!

04:55 PM Jul 17, 2024 | KRUTARTH JOSHI

UP NEWS : ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીમાં શરમજનક પરાજય બાદ ભાજપમાં રાજકીય વાતાવરણ ખુબ જ ગરમ થઇ ચુક્યું છે. રાજ્યમાં ભાજપની એક પછી એક બેઠકો ચાલી રહી છે. જેના કારણે રાજકીય પંડીતોમાં અવનવી ચર્ચાઓ ચાલી રહી છે. આ બેઠકોના દોર વચ્ચે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય દિલ્હીની મુલાકાતે પહોંચી જતા રાજકીય હલચલમાં ઉછાળો આવ્યો છે. અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પેટાચૂંટણી બાદ UPમાં કેબિનેટમાં થઇ શકે ફેરબદલ…

યુપી ભાજપમાં બધુ જ સમુસુતરું હોય તેવું નથી લાગી રહ્યું

ગત્ત થોડા દિવસોથી યુપી ભાજપમાં ફેરફારની ચર્ચા વધી ચુકી છે. આ ચર્ચા વચ્ચે કેશવ પ્રસાદ મોર્ય દિલ્હીની મુલાકાતે છે. તેમણે મંગળવારે પોતાની દિલ્હી મુલાકાત દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતના હવે અનેક અર્થો કાઢવામાં આવી રહ્યા છે. જો કે તમામ રાજકીય પંડિતોનું માનવું છે કે, ટુંક જ સમયમાં કોઇ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. જેમાં કોઇ મહત્વના ચહેરાનો હટાવવા અથવા નવા ચહેરાને લાવવાની જાહેરાત થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી તરફ યોગી આદિત્યનાથ દ્વારા ઉત્તરપ્રદેશના ગવર્નર પાસે મળવા માટે સમય માંગવામાં આવ્યો છે. સુત્રોના દાવાથી આવેલા આ સમાચારના પગલે અટકળોનું બજાર ગરમ થઇ ચુક્યું છે.

આ પણ વાંચો : ગુજરાત બાદ હવે મુંબઈમાં નોકરી મેળવવા પહોંચી ભીડ, Video Viral

પહેલા નિવેદન બાદમાં મુલાકાત

કેશવ પ્રસાદ મૌર્યની મુલાકાત પહેલાના તેમના નિવેદનો સમાચારોમાં છવાયેલા છે. તેમની આ દિલ્હી મુલાકાત તેવા સમયે થઇ છે, જ્યાં ગત્ત દિવસોમાં પ્રદેશ કાર્યસમિતીમાં તેમના દ્વારા અપાયેલા નિવેદન ચર્ચાનો વિષય છે. ત્યારે તેમણે પોતાના સંબોધનમાં સંગઠનને સરકારથી મોટું દેખાડ્યું હતું. આ બેઠકમાં જે.પી નડ્ડા પણ હાજર હતા. ડેપ્યુટી સીએમે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સંગઠન સરકારથી મોટું છે, સંગઠનથી મોટું કોઇ નથી. દરેક કાર્યકર્તા અમારુ ગૌરવ છે. ભલે તે 2024 ના પરિણામો અમારા અનુકુળ ન હોય પરંતુ 2027 માં ભાજપ ફરી એકવાર પોતાનું સામર્થય સાબિત કરશે. ભાજપના કાર્યકર્તા હંમેશા સૌથી ઉપર છે. તેઓ સરકાર કરતા પણ મોટા હતા છે અને રહેશે.

આ પણ વાંચો : સોનું ગુમ થવા બાબતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદને અપાઇ ચેલેન્જ

રાજનીતિક નિષ્ણાંતો વચ્ચે અનેક પ્રકારની અટકળો

હવે આ તમામ રાજનીતિક ઘટનાક્રમ વચ્ચે જે.પી નડ્ડા સાથે તેમની મુલાકાતે રાજકીય અટકળોને હવા આપી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, યુપી ભાજપમાં હવે ફરી એકવાર મોટો ફેરફાર આવી શકે છે. જો કે સંગઠન સ્તર પર શું ફેરફારો થશે તે અંગે કોઇ માહિતી સામે નથી આવી. પરંતુ અટકળો સામે આવી રહી છે કે, રાજ્ય સ્તર પર ખુબ જ મોટા ફેરફારો સામે આવી શકે છે.

આ પણ વાંચો : IAS પૂજા ખેડકર બાદ હવે IPS અનુ બેનીવાલ પર ઉઠ્યા સવાલ