Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Puri Jagannath: પુરી જગન્નાથ રથયાત્રામાં રથ ખેંચતા થઈ ભાગોદોડી, 400 થી વધુ લોકો ઘાયલ

09:12 PM Jul 07, 2024 | Aviraj Bagda

Puri Jagannath: Odisha ના Puri માં જગન્નાથ Rathyatra નિકાળવામાં આવી છે. તો જગન્નાથ Rathyatra માં ભારે ભીટ હોવાને કારણે ભાગાદોડી મચી હતી. ત્યારે એવા અહેવાલો સામે આવ્યા છે કે, ભાગાદોડીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. તો સંપૂર્ણ ઘટના Puri ના બડા ડાંડામાં થઈ હતી. તો ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તે ઉપરાંત જગન્નાથના રથ ખેંચતા પણ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

  • ભાગાદોડીમાં અનેક શ્રદ્ધાળુઓ પડી પણ ગયા

  • 180 પ્લાટૂન સુરક્ષા માટે તૈનાત કરાયા છે

  • ગુંડિચા મંદિરમાં ખાસ તૈયારી પણ કરવામાં આવી

તો એવું સામે આવી રહ્યું છે કે, આ ભાગાદોડી ભગવાન બલભદ્રના રથ ખેંચતા સમયે થઈ હતી. જે રથને જગન્નાથ Rathyatra માં સૌથી પ્રથમ ખેંચવામાં આવ્યો હતો. તો Puri ના દરેક રસ્તાઓ પર જગન્નાથ Rathyatra ધીમે-ધીમે આગળ વધી રહી છે. ત્યારે Rathyatra માં આશરે 10 લાખ લોકોથી વધારે ભાક્તોની હાજરી સામે આવી છે. જોકે મોટાભાગે ભક્તો Odisha અને આસપાસના રાજ્યોમાંથી આવેલા છે. તો આ Puri જગન્નાથ Rathyatra માં વિદેશમાંથી પણ અનેક લોકો આવ્યા છે.

180 પ્લાટૂન સુરક્ષા માટે તૈનાત કરાયા છે

ત્યારે ભાગાદોડીને કારણે આશરે 400 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો અનેક ભાગાદોડીમાં અનેક શ્રદ્ધાળુઓ પડી પણ ગયા હતાં. તેના કારણે એક વ્યક્તિની મોત થઈ છે. મોટાભાગના શ્રદ્ધાળુઓને Puri હોસ્પિટલમાં તો અન્ય 50 જેટલા શ્રદ્ધાળુઓને ઘટના સ્થળ પર પ્રાથમિક સારવાર આપી રવાના કરવામાં આવ્યા છે. તો હોસ્પિટલની જિલ્લા સ્વાસ્થ્ય મંત્રી મુકેશ મહાલિંગે મુલાકાત લીધી હતી. જોકે Puri જગન્નાથ Rathyatra ને ધ્યાનમાં રાખીને 180 પ્લાટૂન સુરક્ષા માટે તૈનાત કરાયા છે.

ગુંડિચા મંદિરમાં ખાસ તૈયારી પણ કરવામાં આવી

જોકે Puri માં જગન્નાથ Rathyatra નો કાર્યાકાલ 7 દિવસ માટેનો હોય છે. આજરોજથી નીકળેલી જગન્નાથ Rathyatra ગુંડિચા માતા મંદિરમાં 7 દિવસ સુધી રહેશે. તે દરમિયાન ગુંડિચા માતાના મંદિરમાં ખાસ તૈયારી પણ કરવામાં આવી છે. ત્યારે બાદ જગન્નાથના પરત ફરવાની વિધિઓ શરુ કરવામાં આવશે. તો દેશભારમાંથી Puri જગન્નાથ Rathyatra ના રથને ખેંચવા માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.

આ પણ વાંચો: Puri Jagannath: વિશ્વવિખ્યાત પુરી જગન્નાથ નૈનાસર, પહંડી અને છેરાની પ્રથા બાદ રથ પર થયા સવાર