Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Parliament Session : સંસદમાં NEET મુદ્દે ફરી હોબાળો, વિપક્ષનું વોકઆઉટ

01:01 PM Jul 01, 2024 | Hiren Dave

Parliament Session : ભાજપના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરી. સોમવારે (1 જુલાઈ, 2024) સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. વિપક્ષે ચર્ચા દરમિયાન વોકઆઉટ કર્યુ હતુ. રાષ્ટ્રપતિના અભિભાષણ પર પણ આજે બંને ગૃહમાં ચર્ચા થઇ રહી છે. આ સિવાય ભાજપના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ ડેપ્યુટી સ્પીકર પદ માટે સામસામે આવી ગયા છે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પર ચર્ચા

લોકસભામાં ભાજપના સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી છે. લોકસભાએ આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે 16 કલાકનો સમય ફાળવ્યો છે, જે મંગળવારે (2 જૂન) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ સાથે સમાપ્ત થશે.

રાષ્ટ્રપતિના અભિભાષણમાં સામાન્ય લોકો માટે કંઈ નથી : મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સંબોધન વખાણથી ભરેલું હતું. આમાં પ્રાથમિક સુવિધાઓની અવગણના કરવામાં આવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે અમે સાથે મળીને કામ કરીશું, પરંતુ છેલ્લા દસ વર્ષ પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે આ માત્ર ભાષણોમાં જ છે.

વિપક્ષનું સન્માન થયું હોત તો ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી ન રહેત : મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધતા કહ્યું કે વિપક્ષની અવગણના કરવામાં આવી. જો વિપક્ષનું સન્માન થયું હોત તો ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી ન રહેત. તમે તેને પાંચ વર્ષ સુધી ખાલી રાખ્યું.

મહાત્મા ગાંધી અને બાબાસાહેબની મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરો : મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં પ્રતિમાઓને તેમના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. ખડગેએ કહ્યું કે મહાત્મા ગાંધી અને ડૉ બાબાસાહેબ આંબેડકર સહિત ઘણા મહાન નેતાઓની પ્રતિમાઓને સંસદ ભવન સંકુલમાં તેમના મૂળ મુખ્ય સ્થાનો પરથી હટાવીને અલગ ખૂણામાં ખસેડવામાં આવી છે.

કિરેન રિજિજુએ મલ્લિકાર્જુન ખડગેને જવાબ આપ્યો

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માંગ પર સ્પષ્ટીકરણ આપ્યું. તેમણે કહ્યું હતું કે પ્રતિમાઓને એક પ્રેરણાદાયી સ્થાન પર રાખવાથી મુલાકાતીઓને દેશના સમૃદ્ધ વારસા વિશે વધુ સારી રીતે સમજણ મળશે.

આ પણ  વાંચો – New Army Chief: સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંભાળ્યો કાર્યભાર

આ પણ  વાંચો – પદ્મભૂષણ ડો.હિમ્મતરાવ બાવસ્કર, જેમણે….

આ પણ  વાંચો Assam : ટ્રાન્સજેન્ડર ગર્લે બિકિનીમાં ફોટો શેર કરતાં જ….