નવી દિલ્હી : મહિલા મિત્રો સાથે અંગત સંબંધ બાદ ગોંડા એસપીના પરથી હટાવાયેલા આઇપીએસ અંકિત મિત્તલને હવે ફરજ રિક્ત કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2014 બેચના યુપી કેડરના આઇપીએસ અંકિત મિત્તલની વિરુદ્ધ તેમની પત્ની દ્વારા જ અનેક ફરિયાદો કરવામાં આવી હતી. સોમવારે તેમને ફરજ રિક્ત કરવાની સાથે જ વિભાગીય તપાસના આદેશો આપવામાં આવ્યા છે. અંકિત હાલમાં ચુનારના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં એસપીના પદ પર તહેનાત હતા. સુત્રો અનુસાર ડીજી ટ્રેનિંગના સ્તરથી પત્નીની ફરિયાદોની તપાસ કરાવાયા બાદ તેમને ફરજ રિક્ત કરી દેવાયા છે. અંકિત મિત્તલની પત્ની પ્રદેશના એક પૂર્વ ડીજીપીની પુત્રી છે. લગ્ન બાદથી જ પતિ-પત્નીના સંબંધોમાં ખટાશ ચાલતી હતી. પત્ની તેમના પર અનેક પ્રકારના આરોપો લગાવી ચુક્યા છે.
ગોંડામાં એસપી તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદિત રહ્યો
ગોંડામાં એસપીના પદ પર તહેનાત રહેવા દરમિયાન વિવાદ ખુલીને સામે આવ્યા હતા. ત્યાર બાદ તેમના સસરા અનેપૂર્વ ડીજીપી દ્વારા ફરિયાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા હતા. ગોંડાના વરિષ્ઠ પોલીસ અને તંત્ર અધિકારીઓની મધ્યસ્થતા કરીને વિવાદ ઉકેલવામાં નિષ્ફળ પ્રયાસો પણ કર્યા હતા. ગત્ત અઠવાડીયે જ પ્રદેશ સરકારે એક પ્રમોટી ડેપ્યુટી એસપી કૃપા શંકર કન્નોજિયાને પીએસીમાં સિપાહીને તેમના પદ પર રિવર્ટ કરી દીધા. તે એક મહિલા સિપાહી સાથે બિનકાયદેસર સંબંધ માટે દોષીત સાબિત થયા હતા. ઉન્નાવમાં સીઓના પદ પર તહેનાતી દરમિયાન તેઓ આ મહિલા સિપાહી સાથે એક હોટલના રૂમમાં પકડાયા હતા. કન્નોજિયાને 26 મી વાહિની પીએસી ગોરખપુરમાં સિપાહીના પદ પર પરત મોકલવામાં આવ્યા છે.
મહિલા મિત્ર સાથે સંબંધ અંગે ચર્ચામાં આવ્યા બાદ ગોંડાથી હટાવાયા
ગોંડા પત્ની સાથે અયોગ્ય વર્તનના આરોપમાં સસ્પેન્ડેડ આઇપીએસ અંકિત મિત્તલ ગોંડામાં એસપી રહ્યા છે. પત્નીની ફરિયાદ બાદ તેમને ગોંડાના એસપી પદ પરથી હટાવીને આરટીસી ચૂંટણી માટે મોકલવામાં આવ્યા હતા. અંકિત મિત્તલ મુળ રીતે હરિયાણાાના સોનીપતના રહેવાસી છે. મેકેનિકલ એન્જિનિયર સ્નાતક અંકિતના પિતાનું નામ રાજેન્દ્ર મિત્તલ છે.
અંકિતના પત્ની પૂર્વ DGP ની પુત્રી
તંત્રના સુત્રો અનુસાર મહિલા મિત્ર સાથે સંબંધો અંગે વિવાદોના ઘેરામાં આવેલા 2014 ના આઇપીએસ અંકિત મિત્તલને તંત્રએ ગત્ત 16 ડિસેમ્બરે જિલ્લાથી હટાવી દીધા હતા. મળતી માહિતી અનુસાર પત્નીની ફરિયાદ બાદ વરિષ્ઠ પોલીસ અને તંત્ર અધિકારીઓએ બંન્નેને સાથે બેસાડીને મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર અનેક દોરની વાતચીત બાદ મામલો ઉકેલી શકાયો નહોતો. આઇપીએસ અંકિત મિત્તલના પરિવારના મુદ્દાને ઉકેલવા માટે ગોંડા આવ્યા હતા પરંતુ તેમના પ્રયાસોનું કોઇ પરિણામ નિકળ્યું નહોતું.
મહિલા મિત્રના અનેક માફીયા અને નેતાઓ સાથે સંબંધ
પત્નીની ફરિયાદો પ્રાથમિક દ્રષ્ટીએ સાચી ઠર્યા બાદ તંત્ર દ્વારાતેમને હટાવી દેવાયા હતા. પૂર્વ ડીજી ગોપાલ ગુપ્તાના જમાઇ અંકિત મિત્તલ પર પોતાની પત્ની અને બાળકો સાથે ગેરવર્તણુંક કરવાનો આરોપ છે. મળતી માહિતી અનુસાર તેમની મહિલા મિત્ર પૂર્વાંચલના એક જિલ્લા સાથે નિસ્બત ધરાવે છે. તે મહિલાના અનેક દિગ્ગજો સાથે પણ સંબંધો છે. આ ઉપરાંત ગુનાહિત પ્રવૃતિ કરતા અનેક લોકો સાથે પણ સંબંધ છે. આ સંબંધોનો તે મહિલા ફાયદો ઉઠાવતી રહે છે. સુત્રોનો તો ત્યાં સુધી દાવો છે કે, આઇપીએશ અધિકારીની મહિલા મિત્રના યુપી અને બિહારના અનેક માફીયાઓ સાથે અંગત સંબંધ છે.
વાંચો : High Voltage Drama : તેણે મારું માત્ર શારીરિક શોષણ કર્યું અને…..
વાંચો : Murder Mystery : રેશ્મા, હવસ અને પ્રેમ સંબંધ..વાંચો સમગ્ર મામલો..
વાંચો : ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને કોર્ટે આપ્યા જામીન, 31 જાન્યુઆરીએ થઇ હતી ધરપકડ