Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Heavy Rain in Delhi : રાજધાની થઈ પાણી પાણી, મેઘતાંડવે બદલી દિલ્હીની સુરત

10:26 AM Jun 28, 2024 | Hardik Shah

Heavy Rain in Delhi : ત્રણેય સીઝનની સૌથી વધુ અસર જો કોઇ રાજ્યને થતી હોય તો તે રાજધાની દિલ્હી છે. જ્યા હવે ચોમાસા (Monsoon) ની શરૂઆતમાં જ મેઘતાંડવ જોવા મળ્યું છે. શરૂઆતી વરસાદે (Rain) જ દિલ્હીની સુરત બદલી નાખી હતી. જીહા, સમાચાર મળી રહ્યા છે કે અહીં અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે. વરસાદ તેની સાથે ભારે પવન (Heavy Wind) પણ લઇને આવ્યો હતો જેના કારણે ઘણા વિસ્તારોમાં અનેક વૃક્ષ ધરાશાયી (Trees Fell) થઇ ગયા હતા. પહેલા ગરમીએ દિલ્હી (Delhi) ની જનતાને પરેશાન કર્યા અને હવે મેઘરાજાએ આફત ઉભી કરી દીધી છે. આ સીઝનના પ્રથમ વરસાદે જ તંત્રની પોલી ખોલી દીધી છે. અહીં જ્યા જુઓ ત્યા પાણી પાણી જોવા મળી રહ્યું છે જેના કારણે ઘણા વાહનો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વળી આ વરસાદી આફતના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.

Heavy Rain in Delhi

પાણીમાં ગરકાવ દિલ્હી

રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી આકરી ગરમી પડી રહી હતી. ઘણા વિસ્તારોમાં પાણીની અછત થઇ રહી હતી. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. દિલ્હીવાસીઓ ચોમાસાના પહેલા વરસાદની રાહ જોઇ રહ્યા હતા. જોકે તેમની આ રાહ જોવાનો આજે અંત આવ્યો અને દિલ્હીમાં મેઘરાજાએ પ્રવેશ કર્યો. પણ તમે જાણીને ચોંકી જશો કે દિલ્હી-એનસીઆરમાં શુક્રવાર સવારથી સતત વરસાદને કારણે આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ સિઝનના પ્રથમ ભારે વરસાદ બાદ દિલ્હીનો નજારો જ બદલાઇ ગયો છે. અહીં ઘણી કારો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે દિલ્હીમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ છે. મંડાવલી-બદરપુર બોર્ડર-મહેરૌલી, મિન્ટો રોડ બ્રિજ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. આ સાથે રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન લોકોએ સોશિયલ મીડિયા દ્વારા ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે.

  • રાજધાની દિલ્હીમાં મેઘતાંડવ
  • અનેક વિસ્તારો થયા પાણી પાણી
  • ભારે પવનથી અનેક વૃક્ષ ધરાશાયી
  • વરસાદના કારણે દિલ્હીમાં આફત
  • પ્રથમ વરસાદમાં જ ખુલી ગઈ પોલ
  • પાણીમાં અનેક વાહનો ડૂબી ગયા
  • વાહન વ્યવહાર થયો પ્રભાવિતા

અનેક જગ્યાએ ટ્રાફિક જામ

જે દિલ્હી ભારે ગરમીના કારણે ચર્ચામાં હતી તે આજે પાણીના કારણે ચર્ચામાં આવી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દિલ્હી-NCRમાં વરસાદ બાદ દરેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળી રહી છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેના કારણે અનેક વાહનો થંભી ગયા છે. જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો. અહીં અનેક જગ્યાએ રસ્તાઓ તળાવ બની ગયા છે. આવી સ્થિતિમાં, ટ્રાફિક પોલીસે હવે એડવાઈઝરી જારી કરી છે અને ઘણા રસ્તાઓ પર ન જવાની સલાહ આપી છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, ધૌલા કુઆન ફ્લાયઓવરની નીચે પાણી ભરાવાને કારણે નરૈનાથી મોતી બાગ અને તેની સામેના બે રિંગ રોડ પર ટ્રાફિકને અસર થાય છે. પોલીસે લોકોને આ માર્ગો પર ન જવાની સલાહ આપી છે.

ભાજપના કાઉન્સિલરે ચલાવી હોડી

ભાજપ કાઉન્સિલર રવિન્દર સિંહ નેગીએ દિલ્હી સરકાર સામે પ્રતિકાત્મક વિરોધ રૂપે ગંભીર પાણી ભરાઈ જવાની વચ્ચે ફ્લેટેબલ બોટ ચલાવી હતી. તેમણે કહ્યું કે તમામ PWD નાળાઓ ભરાઈ ગયા છે. ચોમાસા પહેલા તેની સફાઈ કરવામાં આવી ન હતી. જેના કારણે પાણીનો ભરાવો થયો છે. વિનોદ નગર જળમગ્ન થઇ ગયું છે.

દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

ભારે વરસાદને કારણે રાજધાની દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોને રસ્તા પર આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નોઈડા સેક્ટર 95માં એક બાઇક સવાર રોડ પર જમા થયેલા પાણીમાં ફસાઈ ગયો હતો.

IGI માં અકસ્માત સર્જાયો

ભારે વરસાદની અસર ITO પર પણ જોવા મળી છે, કારણ કે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે ITO ખાતે લાંબો ટ્રાફિક જામ થયો છે. વાહનો રખડતાં-ફરતાં આગળ જતાં જોવા મળ્યાં છે. દક્ષિણ દિલ્હીના ગોવિંદપુરીમાં પણ રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. દક્ષિણ દિલ્હીના ધૌલા કુઆનમાં પણ પાણી ભરાયા છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદી જામ છે. સવારે IGI ખાતે પણ અકસ્માત સર્જાયો હતો.

વીડિયોમાં દિલ્હીમાં વરસાદની સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું

એવું નથી કે, વરસાદની અસર માત્ર દિલ્હીમાં જ નહીં તેને અડીને આવેલા નોઈડામાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નોઈડાના સેક્ટર 95માં લોકો ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. સાથે જ સેક્ટર 62માં લોકોને ભારે પાણી ભરાવા અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો – Monsoon Update : દેશમાં મોટાભાગના રાજ્યોમાં ચોમાસાનું આગમન, અહીં અપાયું Red Alert

આ પણ વાંચો – IMD Rainfall Update: હવામાન વિભાગે 27 થી 30 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની કરી આગાહી