Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi Italy Visit: ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે PM Modi સૌ પ્રથમ ઈટલી જશે

04:23 PM Jun 12, 2024 | Aviraj Bagda

PM Modi Italy Visit: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ભારતના સતત ત્રીજીવાર વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે વડપ્રધાન મોદી (PM Modi) દેશમાં ત્રીજીવાર કાર્યભાળ સંભાળતાની સાથે સૌ પ્રથમ તેઓ ઈટલી (Italy) ના પ્રવાસે જશે. 13 જૂનના રોજ ઈટલી જવા માટે ભારતથી રવાના થશે. જોકે આવનારા દિવસોમાં G7 Summit ઈટલી (Italy) માં યોજાવાનું છે.

  • વડાપ્રધાન મોદીની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ

  • વડાપ્રધાન મોદી અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના

  • વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની બેઠકનો સમાવેશ

ત્યારે 13 થી 15 જૂન વચ્ચે Italy માં આવેલા અપુલિયાના ફસાનો શહેરની અંદર G7 Summit નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે PM Modi ના શપથ ગ્રહણ પહેલા જ Italy ની વડાપ્રધાન જોર્જિયા મેલોનિએ PM Modi ને ઈટલમી યોજાનાર G7 Summit માટે આમંત્રણ આપી દીધુ હતું. જોકે G7 નો ભારત દેશ ભાગ નથી. તેમ છતાં જે રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત વૈશ્વિક મુદ્દાઓને લઈ કામગીરી કરી રહ્યું છે, તેને ધ્યાનમાં લઈને દર વખતે શિખમ સમ્મેલનની અંદર ભારતને સ્થાન આપવામાં આવે છે.

G7 Summit ની અંદર મુખ્ય સાત દેશ

જોકે G7 Summitની અંદર મુખ્ય સાત દેશ America, Britain, France, italy, Germany, Canada અને Japan છે. ત્યારે આ વખતે G7 Summit નો મુખ્ય મુદ્દો યુક્રેનમાં અને ઈઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધ રહેશે. ત્યારે આ G7 Summit માં તમામ સાત દેશના પ્રમુખ ઉપસ્થિત રહેવાની માહિતી સામે આવી છે.

PM Modi અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના

PM Modi ની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ વિનય ક્વાત્રા અને NSA અજીત ડોભાલ સામેલ થવાની સંભાવના છે. PM Modi તેમની મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજવાના છે, જેમાં Italy ના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની બેઠકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Andhra ના સુપર સ્ટાર નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણની રશિયન પત્ની કોણ છે ?