Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IBPS RRB Recruitment 2024: પ્રાદેશિક ગ્રામીણ બેંકની શાખાઓમાં 9 હજાર કરતા વધારે ભરતી જાહેર કરાઈ

07:02 PM Jun 07, 2024 | Aviraj Bagda

IBPS RRB Recruitment 2024: સરકારી નોકરીની તૈયારીઓ કરતા યુવાનો માટે એક ખાસ માહિતી સામે આવી છે. તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) એ રિજનલ રુરલ બેંક (RRB) માં ઓફિસ આસિસ્ટન્ટ અને સ્ટાફ ઓફિસર (Class 1-2-3) ભરતી 2024 ની નોટિફિકેશન જાહેર કરી છે. કુલ 9995 જગ્યાઓ માટે કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. તો તેમાંથી 5585 કર્મચારીઓ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરશે.

  • IBPS RRB ભરતી માટે ઓનલાઈન અરજી શરુ કરવામાં આવેલી

  • ઓનલાઈન અરજીની કરવા માટેની અંતિમ તારીખ 27 જૂન છે

  • IBPS RRB ક્લાર્ક પરીક્ષા બે તબક્કા લેવામાં આવે છે

IBPS RRB ભરતી 2024 માટે 7 જૂનથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈચ્છુક ઉમેદવાર IBPS RRB ની સત્તાવાર વેબસાઈટ ibps.in પર નોંધણી કરાવી શકે છે. તો ઓનલાઈન અરજીની કરવા માટેની અંતિમ તારીખ 27 જૂન છે. તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે IBPS RRB ભરતી 2024 ની અંદર 850 રુપિયા ફી ભરવાની રહેશે. તો SC, ST, OBC અને PWD વર્ગના વ્યક્તિઓએ 175 રુપિયા ફી ચૂકવવાની રહેશે.

IBPS RRB Recruitment 2024

IBPS RRB ક્લાર્ક પરીક્ષા બે તબક્કા લેવામાં આવે છે

તે ઉપરાંત આ ફી ચૂકવવાની અને ફીની પાવતી મેળવવાની અંતિમ તારીખ 27 જૂન અને 12 જુલાઈ છે. દર વર્ષે IBPS સહભાગી પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં ક્લર્કની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા માટે સામાન્ય ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. IBPS RRB ક્લાર્ક પરીક્ષા બે તબક્કા પ્રારંભિક અને મુખ્ય પરીક્ષાના હેઠળ લેવામાં આવે છે. IBPS Calander 2024 મુજબ પ્રારંભિક તબક્કો ઓગસ્ટ 3, 4, 10, 17 અને 18, 2024 ના રોજ યોજાયેલ છે. જ્યારે મુખ્ય પરીક્ષા 6 ઓક્ટોબર, 2024 ના રોજ રાખવામાં આવેલી છે. પૂર્વ પરીક્ષા તાલીમ (PET) 22 થી 27 જુલાઈ દરમિયાન યોજાશે.

આ પણ વાંચો: તેજસ એક્સપ્રેસ દોડી, એક એક કરીને પાટા પરથી ઉતરવા લાગ્યા કોચ, ગાઝીયાબાદ સ્ટેશન પર હડકંપ