Central Health Advisory: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે ગરમીને લગતી બીમારીના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્ય સજ્જતાની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરતાં જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડો.ભારતી પ્રવિણ પવાર અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી કે પોલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સચોટ ડેટાના અભાવ પર પ્રકાશ પાડતા, ડો.માંડવિયાએ નોંધ્યું હતું કે Heat Wave પર ફિલ્ડ લેવલ ડેટા શેર કરવા માટે રાજ્યોના ઇનપુટ્સ સાથે એક કેન્દ્રીય ડેટાબેઝ બનાવવાનું મહત્વ છે, જેમાં મૃત્યુ અને કેસોનો સમાવેશ થાય છે, જેથી પરિસ્થિતિનું વાસ્તવિક મૂલ્યાંકન કરી શકાય. તેમણે રાજ્યોમાં IMD ચેતવણીઓ પ્રાપ્ત થતાંની સાથે જ સમયસર કાર્યવાહીના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો. તેમણે ધ્યાન દોર્યું હતું કે, “નિવારક પગલાં અંગે લોકોમાં સમયસર, આગોતરી અને વ્યાપક જાગૃતિ આ પ્રકારની ગરમીના મોજાની ગંભીર અસરને ઘટાડવામાં મોટો ટેકો આપશે.”
ડૉ. ભારતી પ્રવિણ પવારનું નિવેદન
ડૉ.ભારતી પ્રવિણ પવારે લોકોમાં માહિતી અને જાગૃતિ અભિયાન માટે રાજ્ય કક્ષાની અને જિલ્લા કક્ષાની સમિતિઓની રચના પર ભાર મૂક્યો હતો. તેમણે આયુષ્માન અરોગરા મંદિરોને વોટર કુલર, આઇસ પેક અને અન્ય મૂળભૂત જરૂરિયાતોથી સજ્જ કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે ગરમીના મોજાના દુષ્પ્રભાવોને દૂર કરવા માટે રાજ્ય કાર્ય યોજનાઓના ક્ષેત્રના સ્તરના અમલીકરણને વેગ આપવાની રાજ્યોને જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો.
ડૉ. વી કે પોલનું નિવેદન
ડૉ.વી કે પોલે રાજ્ય સ્તરે અનુસરવામાં આવતી માર્ગદર્શિકાની ચેકલિસ્ટની ખાતરી કરવાના મહત્વની નોંધ લીધી હતી. તેમણે વેબિનાર અને અન્ય પદ્ધતિઓ દ્વારા સારવારના પ્રોટોકોલ પર જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો. તેમણે ગરમીને લગતા કેસ અને માંદગી અંગે દરેક રાજ્યના ડેટાનો ભંડાર બનાવવા પર પણ ભાર મૂક્યો હતો.
ભારતમાં એકંદર Heat Stroke ની આગાહી, પેટર્ન, ક્લાઇમેટોલોજી અને સંવેદનશીલ વિસ્તારો અને ભારતમાં વધેલા Heat Wave ના મોટાભાગના સંભવિત વિસ્તારોની સ્થિતિનું વિશ્લેષણ ભારતીય હવામાન વિભાગ (IMD) ના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વરસાદની પેટર્ન, ભેજ અને અલ નીનોથી ઇએનએસઓમાં સંક્રમણની આગાહીના માર્ગને આવરી લેવામાં આવ્યો હતો. તે ધ્યાન દોરવામાં આવ્યું હતું કે 23 રાજ્યોમાં હીટ એક્શન પ્લાન્સને અપડેટ કરવામાં આવ્યા છે. જ્યારે 100 જેટલા જિલ્લાઓમાં Heat Wave જાગૃતિ પેદા કરવા માટે તેમનું એક્શન અભિયાન છે. Heat Stroke ના કેસ અને મૃત્યુની દેખરેખ માટે SOP અને ઉનાળાની ઋતુ પહેલા અને તે દરમિયાન તૈયારીની યોજના, જેમાં સંવેદનશીલ વિભાગોમાં ગરમી સંબંધિત બીમારી (HRI) પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી સૂચનાઓ
રાજ્યોને આવશ્યક દવાઓ, નસમાં પ્રવાહી, આઇસ-પેક્સ, ઓઆરએસ, પીવાના પાણી તેમજ જાહેર જનતા માટે આઇઇસી પ્રવૃત્તિના સંદર્ભમાં આરોગ્ય સુવિધાની સજ્જતાની સમીક્ષા કરવાની પણ સલાહ આપવામાં આવી હતી. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ઉનાળાના મહિનાઓ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે સામાન્ય લોકો તેમજ નબળા લોકો દ્વારા અનુસરવામાં આવે છે. તે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (MCDC) દ્વારા જારી કરવામાં આવ્યું છે.
બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓની યાદી
અપૂર્વ ચંદ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ ડો. રાજીવ બહલ, સચિવ આરોગ્ય સંશોધન વિભાગના વિભાગ ડૉ.અતુલ ગોયલ, ડાયરેક્ટર જનરલ એલ. એસ. ચાંગસાન, એએસ અને એમડી રોલી સિંઘ, એએસ ડૉ.મૃત્યુંજય મહાપાત્રા, ડીજી આઈએમડી કમલ કિશોર, મેમ્બર અને હેડ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આ બેઠકમાં એઈમ્સ નવી દિલ્હીના ડાયરેક્ટર પ્રો. એમ. શ્રીનિવાસ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના ડિરેક્ટર ડો. સુભાષ ગિરી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Kshatriya Samaj : 8 તારીખ સુધી રુપાલાની ટિકિટ રદ કરો, નહિંતર….!