+

Congress-SP Alliance: યુપીમાં કોંગ્રેસ-સપા પક્ષમાં થયું ગઠબંધન, 17 સીટની વહેંચણી કરવામાં આવી

Congress-SP Alliance: જ્યારે એક તરફ કોંગ્રેસ (Congress) ના ટોચના નેતા કોંગ્રેસનો સાથ છોડીને ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. તે ઉપરાંત INDIA Alliance માં સામેલ વિવિધ પક્ષો પણ એકબીજાનો સાથે…

Congress-SP Alliance: જ્યારે એક તરફ કોંગ્રેસ (Congress) ના ટોચના નેતા કોંગ્રેસનો સાથ છોડીને ભાજપ (BJP) માં જોડાઈ રહ્યા છે. તે ઉપરાંત INDIA Alliance માં સામેલ વિવિધ પક્ષો પણ એકબીજાનો સાથે છોડીને સ્વતંત્ર રીતે આગામી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) લડવાની વાતો કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે INDIA Alliance માં સમયસર સીટની વહેંચણી કરવામાં ન આવી હતી. ત્યારે તાજેતરમાં સમાજવાર્દી પાર્ટી (SP Party) એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

  • અખિલેશ યાદવે આપ્યું સીટ વહેંચણી પર નિવેદન
  • કોંગ્રેસને કઈ કઈ બેઠકો મળી શકે છે ?
  • સપા-કોંગ્રેસ ફરી એક સાથે આવ્યા

આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) ને લઈને સમાજવાદી પાર્ટી (SP Party) અને કોંગ્રેસ (Congress) વચ્ચે વાતચીત થઈ છે. બંને પક્ષો ગઠબંધનની ફોર્મ્યુલા પર લગભગ સહમત થઈ ગયા છે. વહેલી તકે સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે (SP Chief Akhilesh Yadav) કહ્યું કે બંને પક્ષ વચ્ચે કોઈ વિવાદ નથી. ટૂંક સમયમાં જ બધું સ્પષ્ટ થઈ જશે. કારણ કે… અંત ભલા તો સબ ભલા.

અખિલેશ યાદવે આપ્યું સીટ વહેંચણી પર નિવેદન

અખિલેશ યાદવે (SP Chief Akhilesh Yadav) કહ્યું કે, સમાજવાદી પાર્ટી (SP Party) ગઠબંધનમાં વધુમાં વધુ લોકોને એક બીજા સાથે જોડવાનો પ્રયાસ કરશે. સમય આવશે ત્યારે લોકોને જવાબદારી સોંપવામાં આવશે. તે ઉપરાંત સપા (SP Party) અને કોંગ્રેસ (Congress) સીટ વહેંચણી બાદ પત્રકાર પરિષદ યોજશે. તેમાં બંને પક્ષના મુખ્ય નેતા પણ હાજર રહેશે. યુપી (UP) માં લોકસભાની કુલ 80 સીટો છે. સપા (SP Party) એ કોંગ્રેસ (Congress) ને સીતાપુર સહિત 17 સીટોની ઓફર કરી હતી, કોંગ્રેસ આ માટે રાજી થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસ પાર્ટી માટે અમરોહા સીટ છોડી શકે છે.

કોંગ્રેસને કઈ કઈ બેઠકો મળી શકે છે ?

અમેઠી, રાયબરેલી, પ્રયાગરાજ, વારાણસી, મહારાજગંજ, દેવરિયા, બાંસગાંવ, સીતાપુર, અમરોહા, બુલંદશહર, ગાઝિયાબાદ, કાનપુર, ઝાંસી, બારાબંકી, ફતેહપુર સીકરી, સહારનપુર અને મથુરાના નામ સામેલ છે.

સપા-કોંગ્રેસ ફરી એક સાથે આવ્યા

તમને જણાવી દઈએ કે 2017 માં જ્યારે ચૂંટણી થઈ ત્યારે યુપીમાં સપા સત્તામાં હતી અને ચૂંટણી સમયે સપા અને કોંગ્રેસ (Congress) વચ્ચે ગઠબંધન હતું. ત્યારબાદ બંને પક્ષના નેતાઓ ‘યુપીના બે છોકરાઓ’ એકસાથે આવવાનો સંદેશ આપતા જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર બંને પક્ષો વચ્ચે ગઠબંધન (INDIA Alliance) નક્કી થઈ ગયું છે.

આ પણ વાંચો: PM મોદીએ ફિલ્મ આર્ટીકલ 370નો ઉલ્લેખ કર્યો! વાંચો અહેવાલ….

Whatsapp share
facebook twitter