Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ram Mandir અંતરિક્ષમાંથી કંઈક આવું દેખાય છે, ઈસરોએ શેર કરી તસવીર

04:46 PM Jan 21, 2024 | Hiren Dave

Ram Mandir: હાલ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા (  Ram Mandir )મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભારતીય સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિર કેવું દેખાય છે તેની ઝલક શેર કરી છે.

 

ઈસરો (ISRO) એ પોતાના સ્વદેશી ઉપગ્રહોની ઉપયોગ કરીને આ તસવીરો ક્લિક કરી છે. ભારતીય રિમોટ સેન્સિંગ સિરીઝના સેટેલાઈટ દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરોમાં 2.7 એકર જમીનમાં ફેલાયેલા Ram Mandir રામ જન્મભૂમિ સ્થળને જોઈ શકાય છે. આ તસવીર 16 ડિસેમ્બર, 2023ના રોજ ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરોમાં દશરથ મહેલ અને સરયૂ નદીને સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યા સ્ટેશન પણ જોવા મળી રહ્યું છે.

ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 50થી વધુ ઉપગ્રહ છે. તેમાંથી કેટલાકનું રિઝોલ્યુશન એક મીટરથી પણ ઓછું છે. આ તસવીરોને ભારતીય સ્પેસ એજન્સીને હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ સેન્ટરને પ્રોસેસ્ડ કર્યા છે.

 

અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કર્યા બાદ તમે હનુમાનગઢી મંદિર, નાગેશ્વરનાથ મંદિર, કનક ભવન, રામની પૈડી, ગુપ્તાર ઘાટ અને રામકોટના દર્શન કરવા માટે જઈ શકો છો.હનુમાનગઢી મહાબલી હનુમાનનું વિખ્યાત મંદિર છે જે 10મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. એવી ધાર્મિક માન્યતા પણ છે કે, હનુમાનનો ત્યા વાસ છે અને તે અયોધ્યાની રક્ષા કરે છે.

 

આ  પણ  વાંચો  Ayodhya: કેવી રીતે જશો અયોધ્યા? કેવી છે ત્યાંની વ્યવસ્થા? જાણો સંપૂર્ણ વિગત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ