Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sakshi Malik : WFI ચૂંટણી પરિણામ બાદ સાક્ષી મલિકનો ચોંકાવનારો નિર્ણય, સંન્યાસની કરી જાહેરાત, જાણો શું કહ્યું?

05:44 PM Dec 21, 2023 | Vipul Sen

રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI) ની ચૂંટણી પૂર્ણ થયા પછી તરત જ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક (Sakshi Malik) એ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. સાક્ષી મલિકની આ જાહેરાતે સૌ કોઈને ચોંકાવ્યા છે. સાક્ષી મલિકે કહ્યું કે તે કુસ્તીમાંથી સંન્યાસ લઈ રહી છે. WFIમાં બ્રિજભૂષણ જેવાની જીત થઈ છે.

સાક્ષી મલિકે કુસ્તીમાંથી સન્યાસની જાહેરાત પછી વિનેશ ફોગાટ (Vinesh Phogat) ભાવુક થઈ હતી. તેણે કહ્યું હતું કે, આ ખૂબ જ દુ:ખદ છે. અમે લડવાની કોશિશ કરી, પરંતુ જીત મેળવી શક્યા નહીં. મને નથી ખબર કે ન્યાય કેવી રીતે મળશે. પરંતુ અમે ન્યાય માટે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું. હું યુવા ખેલાડીઓથી કહેવા માગુ છું કે અન્યાયનો સામનો કરવા માટે તૈયાર રહેજો. કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે. જણાવી દઈએ કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સાક્ષી મલિક ખૂબ જ ભાવુક થઈ હતી અને પછી ત્યાંથી નીકળી ગઈ હતી.

રેસલિંગ એસો.ના નવા અધ્યક્ષ તરીકે સંજ્ય સિંહ ચૂંટાયા

રેસલર બજરંગ પૂનિયાએ (Bajrang Punia) કહ્યું કે, રમતમંત્રીએ ઑન રિકોર્ડ કહ્યું હતું કે બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) સાથે સંબંધિત કોઈ પણ ફેડરેશનમાં નહીં આવે, પરંતુ મને નથી લાગતું કે દીકરીઓને ન્યાય મળશે. આજે બ્રિજભૂષણનો જ માણસ ચૂંટણી જીત્યો છે. બજરંગ પૂનિયાએ વધુમાં કહ્યું કે, મને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. સાથે જ કહ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે ન્યાય માટે આવનારીઓ પેઢીઓ પણ લડતી રહેશે. સરકારે જે વચન આપ્યું હતું તેને નિભાવવામાં નિષ્ફળ રહી છે. જણાવી દઈએ કે, ભારતમાં રેસલિંગ એસોસિએશનના નવા અધ્યક્ષ તરીકે સંજ્ય સિંહ ચૂંટાયા છે. સંજ્ય સિંહેને પૂર્વ અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના નેતા ગણવામાં આવે છે. સંજય સિંહ દોઢ દાયકા કરતા પણ વધુ સમયથી રેસલિંગ એસોસિએશન સાથે જોડાયેલા છે.

 

આ પણ વાંચો – Delhi High Court  : રાહુલ ગાંધીને તેમનું નિવેદન ફરી ભારે પડ્યું, હાઇકોર્ટે આપ્યો આ આદેશ