મધ્યપ્રદેશ અને છત્તીસગઢના સીએમ મીડિયા ફેમથી દૂર રહ્યાં
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ત્રણેય રાજ્યોમાં બીજેપીને જબરદસ્ત સમર્થન મળ્યું અને પાર્ટી બહુમતીના આંકડાથી જીત હાંસિલ કરી છે. આ ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને એક સપ્તાહથી વધુ સમયથી પાર્ટીમાં સતત બેઠકો ચાલી રહી હતી. આખરે10 ડિસેમ્બરના રોજ પાર્ટીએ છત્તીસગઢના મુખ્યમંત્રીનું નામ નક્કી કર્યું અને રાજ્યની કમાન વિષ્ણુદેવ સાયને સોંપી છે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા વિષ્ણુદેવ સાંઈ એક આદિવાસી નેતા છે. તેઓ ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને બે વખત છત્તીસગઢ રાજ્ય બીજેપીના અધ્યક્ષ પદ પર રહેવાની તક પણ મળી છે.
આ રીતે પાર્ટીએ છત્તીસગઢ માટે વિષ્ણુ અને મધ્ય પ્રદેશ માટે મોહનને પસંદ કર્યા છે. આ બંને નેતાઓ ટૂંક સમયમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. પરંતુ રાજસ્થાનમાં સીએમ પદ કોણ નિયુક્ત થશે તેને લઈને સતત બેઠકો અને મનોમંથન થઈ રહ્યું છે. તેના કારણે પાર્ટીએ રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટેના ચહેરાની હજુ સુધી જાહેરાત કરી નથી.
રાજસ્થાનના સીએમ કોણ બનશે ?
રાજસ્થાનમાં ભાજપની અણધારી જીત બાદ રાજ્યમાં મુખ્યમંત્રીને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયામાં પણ ઘણા નામોની અટકળો ચાલી રહી છે. જો કે મીડિયાની અટકળોને ફગાવતા પાર્ટીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢના બે એવા ચહેરાઓને મુખ્યમંત્રીની કમાન સોંપી છે, જેમના વિશે મીડિયામાં એક શબ્દ પણ બોલાયો નથી. હવે રાજસ્થાનમાં શું થાય છે તે જોવાનું રહેશે. મીડિયામાં જે ચહેરાઓની ચર્ચા થઈ રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, દિયા કુમારી અને બાબા બાલકનાથ યોગીનું નામ મોખરે છે.
આ પણ વાંચો: જાણો કોણ છે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી, જે ત્રણ વખત બની ચૂક્યા છે MLA…