Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફસાયેલા નાગરિકોને બચાવવા પ્રાથમિકતા, વિદ્યાર્થીઓને યુક્રેનના પડોશી દેશોમાં થઇને પરત લવાશે

11:41 PM Apr 25, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચલી રહ્યું છે. જેના કારણે આખી દુનિયા અજંપામાં છે. મોટાભાગના દેશો રશિયા યુદ્ધ બંધ કરે તે માટેના વિવિધ પ્રયાસો કરી રહ્યા છે. યુક્રેને તો આ અંગે ખાસ ભારત પાસે મદદ પણ માંગી છે. આ સિવાય યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ પણ ભારત સરકારને ત્યાંથી બહાર નિકળવા માટેની અપીલ કરી રહ્યા છે. ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઇલેવલ બેઠક યોજી હતી.

પુતિન સાાથે મોદી વાત કરશે
સુરક્ષ અંગેની કેન્દ્ર સરકારના મંત્રી મંડળની જે સમિતિ છે (સીસીએસ) તેની આ બેઠક નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાઇ છે. જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, ગૃહમંત્રી અમિત શાહ, સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, રક્ષાંત્રી રાજનાથ સિંહ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, હરદીપ પુરી સહિતના મંત્રીઓ તથા અધિકારીઓ હાજર છે. વડાપ્રધાન આ બેઠકમાં રશિયા-યુક્રેન વચ્ચેના તણાવને ઘટાડવાના પગલાઓ વિશે વાત કરવામાં આવી છે. આ સિવાય તેઓ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાના ઉપાયો પર પણ ચર્ચા થઇ. આ સિવાય થોડીવારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ ટેલિફોનિક વાત કરશે. વિદેશ મંત્રાલય દ્વારા આ વાત જણાવવામાં આવી છે.

વિદેશ સચિવની પ્રેસ કોન્ફરન્સ 
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગાલાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે આજે રશિયા યુક્રેન કટોકટિ મુદ્દે કેબિનેટની બેઠક મળી હતી. અમે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ભારતીય નાગરિકોની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરશે. આ સિવાય હર્ષવર્ધને કહ્યું કે ભારતીયોને બહાર કાઢવા માટે યુક્રેનના પાડોશી દેશો સાથે પણ વાતચીત કરવામાં આવી છે.

પાડોશી દેશોના વિદેશ મંત્રી સાથે વાતચીત
શ્રૃંગલાએ જણાવ્યું કે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાપ્રધાને બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું છે કે સરકારની પ્રાથમિકતા યુક્રેનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમને ભારત પરત લાવવાની છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા, હંગેરીના વિદેશ મંત્રીઓ સાથે પણ વાત કરશે. વડાપ્રધાન મોદીએ ખાસ કહ્યું છે કે વિદેશ મંત્રાલયે યુક્રેનમાં આપણા નાગરિકોની મદદ કરવા માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.
પ્રેસ કોન્ફરન્સમાાં આગળ કહેવામાં આવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં યુક્રેનથી 4000 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા છે. આ સિવાય દિલ્હીમાં MEA કંટ્રોલ રૂમને 980 કોલ્સ અને 850 ઈમેલ મળ્યા છે. યુક્રેનની પરિસ્થિતિનો સામનો કરવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. અમે લગભગ એક મહિના પહેલા યુક્રેનમાં ભારતીય નાગરિકોની નોંધણી કરવાનું શરૂ કરી દીધું હતું. ઓનલાઈન નોંધણીના આધારે અમને જાણવા મળ્યું કે ત્યાં 20,000 ભારતીય નાગરિકો હતા.