Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Heat Stroke: સ્ટેડિયમમાં જવું ભારે પડ્યું! મેચ દરમિયાન 41 ક્રિકેટ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા

09:14 AM May 22, 2024 | VIMAL PRAJAPATI

Heat Stroke: રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કાલે અમદાવાદમાં Qualifier-1માં ટેબલ ટોપર કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ (KKR vs SRH)ની મેચ રમાઈ હતી. નોંધનીય છે કે, કોલકાતાએ સનરાઈઝર્સ હૈદરાબાદને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ કર્યું હતું. શ્રેયસ અને વેંકટેશ ઐયરની અણનમ ફિફ્ટીની ઇનિંગની મદદથી 13.4 ઓવરમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. કાલની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે તો ખુબ જ સારી રહીં હતીં પરંતુ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ક્રિકેટ રસિયાઓ માટે ભારે રહી હતી.

મેચ દરમિયાન 41 મેચ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ

નોંધનીય છે કે, અમદાવાદમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, કાલે અમદાવાદમાં ચાલું મેચ દરમિયાન 41 મેચ રસિકો હીટ સ્ટ્રોકનો ભોગ બન્યા હતાં. ઉલ્લેખનીય છે કે, કાલે મોટી સંખ્યામાં લોકો IPLમેચ જોવા પહોંચ્યા હતા. ગઈકાલે મેચ નિહાળવા ભારે ભીડ ઉમટી હતી. જેથી અનેક લોકો હેરાન પણ થયા હતાં. મળતી વિગતો પ્રમામે મેચ દરમિયાન લોકોને તાવ,ચક્કર, પેટમાં દુખાવાની ફરિયાદ આવી હતી.

આવી ભીષણ ગરમીમાં પણ 75 હજારથી વધુ લોકોએ મેચ નિહાળી

અમદાવાદમાં ચાલું મેચ દરમિયાન 41 મેચ રસિકોને હીટ સ્ટ્રોક (Heat Stroke) લાગવાના કારણે તે 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર આપવામાં આવી હતીં. સૂત્રો દ્વારા મળતા આંકડા પ્રમાણે ભારે ગરમીમાં 75 હજારથી વધુ લોકોએ મેચ નિહાળી હતીં. જો કે, અનેક લોકોને મેચ દરમિયાન ભીષમ ગરમીનો સમાનો કરવો પડ્યો હતો. જેથી કાલની જે મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ફાયદાકારક રહીં તે મેચ રસિકો માટે કપરી રહીં હતીં. કારણે કે, ચાલું મેચમાં જ 41 લોકોને હીટ સ્ટ્રોકની અસર થઈ હતીં.

કોલકાતા નાઈટ રાઈડર્સે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો

ઉલ્લેખનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ આ પહેલા 2012 અને 2014માં ફાઈનલમાં પ્રવેશ્યું હતું અને ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં બંને વખત ટાઈટલ જીત્યું હતું. આ પછી, 2021 સીઝનમાં, તેઓ ઓએન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચ્યા, પછી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગયા. હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

આ પણ વાંચો: Weather Update in Gujarat: રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત, 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું

આ પણ વાંચો:  KKR vs SRH:કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવી ફાઇનલમાં કરી એન્ટ્રી

આ પણ વાંચો:  Morbi: ચીખલીમાં 2 પરિવાર બાઝ્યા! તલવાર અને લાકડીઓ વડે એકબીજા પર હુમલ