Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેન સંકટ પર નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, વિદેશ મંત્રી અને વિદેશ સચિવ હાજર રહ્યા

12:13 AM Jul 05, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. આ ચાર દિવસમાં રશિયા દ્વારા યુક્રેન પર સેંકડો હુમલાઓ કરવામાં આવ્યા છે. જેમાં યુક્રેનના અનેક સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. યુક્રેનની જે તસવીરો સામે આવી રહી છે., તે કાળજુ કંપાવનારી છે. ઉપરાંત રવિવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન દ્વારા પરમાણુ ફોર્સને પણ એલર્ટ રહેવાના આદેશ કરાયા છે. તો બીજી તરફ યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટેનું ઓપરેશન પણ શરુ છે. આ તમમા સ્થિતિ વચ્ચે યુક્રેન-રશિયા યુદ્ધ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ છે.
યુક્રેનની સ્થિને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએક એક હાઇલેવલ મીટિંગ બોલાવી છે. રવિવારે નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા. ત્યાંથી પરત ફરીને તરત જ તેમણે આ બેઠકની અધ્યક્ષતા કરી છે. બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર તથા વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા પણ ઉપસ્થિત હતા. આ સિવાય અનેક ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા. મીટિંગમાં યુક્રેનની વર્તમાન સિસ્થિ, ભારતનું ‘ઓપરેશન ગંગા’ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સંસદની સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત ડોભાલ સહિતના અનેક લોકો સામેલ થાય હતા. આ સિવાય આ બેઠક બાદ નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. તો શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ પણ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી.
રવિવારે યુક્રેનમાંથી 688 ભારતીય વિદ્યાર્થીઓને લઇને એર ઇન્ડિયાાની ત્રણ ફ્લાઇટ ભારત પહોંચી હતી. યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ યુક્રેના પશ્ચિમી ભાગમાં પહોંચે, જેથી તેમને ત્યાંથી પરત લાવી શકાય.