+

Gujarat Election : દિગ્ગજોએ ‘મતદાનના મહાપર્વ’ની ઉજવણી કરી, કોઈ ઢોલ-નગારા તો કોઈ પરિવાર સાથે પહોંચ્યા

Gujarat Election : આજે ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી…

Gujarat Election : આજે ગુજરાતમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 બેઠકો પર મતદાન થઈ રહ્યુ છે. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કોંગ્રેસ નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર (Ghandhinagar) લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે (Amit Shah) નારણપુરાની સબ ઝોનલ ઓફિસમાં મતદાન કર્યું હતું. અમિત શાહ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) અમદાવાદમાં (Ahmedabad) શીલજ પ્રાથમિક શાળા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય વ્યક્તિની જેમ લાઈનમાં ઊભા રહીને મુખ્યમંત્રીએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે, સીએમ પુત્ર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી (Navsari) લોકસભા બેઠક પરથી BJP ઉમેદવાર CR પાટીલે (CR Patil) સુરતમાં મતદાન કર્યુ હતું. CR પાટીલે ભટારની ઉત્તર ગુજરાત સ્કૂલમાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીને મજબૂત કરવા મતદાન જરૂરી હોવાનું કહેતા તમામ લોકોને વધુમાં વધુ મતદાન માટે તેમણે અપીલ કરી હતી.

 

સુરતમાં (Surat) ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) મતદાન કર્યુ હતું. ઉમરામાં પરિવાર સાથે ગૃહરાજ્યમંત્રીએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે, ગૃહરાજ્યમંત્રી ઢોલ-નગારા સાથે મતદાન મથક પહોંચ્યા હતા. મતદાન કરતા પહેલા હર્ષ સંઘવીએ થાળી વગાડી હતી અને લોકોને ચોક્કસપણે મતદાન કરવા અપીલ કરી હતી. યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને પણ મતદાન કર્યું હતું. શીલજ પ્રાથમિક શાળામાં આનંદીબેન પટેલ (Anandiben Patel) મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકોને વોટ આપવા અપીલ કરી હતી.

રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ભાજપ ઉમેદવારે પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) મતદાન કર્યુ હતું. અમરેલીમાં પોતાના વતન ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળામાં પરિવાર સાથે તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન કરતા પહેલા પરશોત્તમ રૂપાલાએ મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. રાજકોટ બેઠકના કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ (Paresh Dhanani) મતદાન કર્યું હતું. માતૃશ્રીના આશીર્વાદ બાદ તેઓ મતદાન કરવા માટે અમરેલી પહોંચ્યા હતા. આણંદ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ (Amit Chavda) પણ મતદાન કર્યું હતું. પરિવાર સાથે અમિત ચાવડાએ આંકલાવના કેશવપુરા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

 

બનાસકાંઠામાં (Banaskantha) કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાભરના અબાસણા ગામમાં ગેનીબેન ઠાકોરે મતદાન કર્યુ હતું. આ સાથે તેમણે તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. સૌથી વધુ મતદાન થાય તેવી આશા સાથે વતને પોતાને ખૂબ આપ્યું હોવાનું કોંગ્રેસ ઉમેદવારે જણાવ્યું હતું. બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીએ (Dr. Rekhaben Chaudhary) આદર્શ સ્કૂલમાં મતદાન કર્યું હતું.

ભરૂચ (Bharuch) લોકસભાના AAP ઉમેદવાર ચૈતર વસાવાએ (CHAITAR VASAVA) વતન બોગજ ગામે મતદાન કર્યું હતું. ચૈતર વસાવા પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીમાં અમારી જીત થશે તેવો વિશ્વાસ મીડિયા સમક્ષ દાખવ્યો હતો. સાથે જ વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી હતી.

આ પણ વાંચો – EC : આજે રજા નથી…લોકશાહીનું જતન કરવાનો તહેવાર છે

આ પણ વાંચો – Ahmedabad : PM મોદીને જોવા જનમેદની ઉમટી, મતદાન કર્યા બાદ કહી આ વાત

આ પણ વાંચો – Lok Sabha elections : PM મોદી અને પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન, આ દિગ્ગજો પણ કરશે વોટિંગ, જાણો વિગત

 

Whatsapp share
facebook twitter