Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ ભાગોમાં 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યુ

04:53 PM Apr 23, 2023 | Vipul Pandya

કૃષિ ક્ષેત્રમાં મોટા બદલાવની તૈયારી સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશમાં 100 કિસાન ડ્રોનનું ઉદ્ઘાટન કર્યુ છે. દેશના વિવિધ શહેરો અને વિસ્તારની અંદર આ ડ્રોન ઉડ્યા હતા. આ ડ્રોન ખેતરમાં જંતુનાસક દવા તથા અન્ય સામગ્રીના છંટકાવ માટે ઉપયોગમાં આવશે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના વધી રહેલા ઉપયોગની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું કે દેશમાં ડ્રોનના ઉપયોગની સંસ્કૃતિ વધી રહી છે.

આધુનિક કૃષિ પ્રણાલીનો નવો અધ્યાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મદદ કરવાના હેતુથી વિશેષ અભિયાનના ભાગરૂપે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ડ્રોન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે ડ્રોનનું નામ સાંભળીને પેહાલા એવું લાગતું કે સૈન્ય સંબંધિત કોઇ વાત છે અથવા તો સેનાનું કોઇ હથિયાર છે. જો કે હવે ડ્રોન એ 21મી સદીની આધુનિક કૃષિ પ્રણાલીની દિશામાં એક નવો અધ્યાય બની ગયો છે.  તેમણે આગળ કહ્યું કે ‘મને ખાતરી છે કે આ શરુઆત ડ્રોન સેક્ટરના વિકાસમાં તો સીમાચિહ્નરૂપ સાબિત થશે જ, સાથે આપાર સંભાવનાઓના દ્વાર પણ ખોલશે. ભારતમાં ડ્રોન સ્ટાર્ટ-અપ્સની નવી સંસ્કૃતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેમની સંખ્યા અત્યારે 200 જેટલી છે, જે આવનારા સમયમાં હજારોની સંખ્યામાં થશે અને તેનાથી મોટા પાયે રોજગારીની તકો પણ ઉભી થશે.’

ડ્રોનના અનેક ઉપયોગ
નરેન્દ્ર મોદીએ આગળ કહ્યું કે તેમની સરકાર એ સુનિશ્ચિત કરશે કે ડ્રોન ક્ષેત્રના વિકાસમાં કોઇ બાધા ના આવે. આ ક્ષેત્રના વિકાસ માટે અનેક સુધારા અને નીતિગત ફેરફાર કરવામાં આવ્યા છે. આ એ વાતનું ઉદાહરણ છે કે નીતિઓ સાચી હોય તો દેશ કેટલી ઉંચી ઉડાન ભરી શકે છે. ડ્રોનના ઉપયોગ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે ડ્રોનના વિવિધ ઉપયોગ છે. ગામડાઓમાં જમીન સર્વેક્ષણની સ્વામિત્વ યોજનામાં ડ્રોનનો ઉપયોગ થાય છે, ખેતરમાં દવાઓના છંટકાવમાં પણ ડ્રોનવ વપરાય છે અને રસીઓના પરિવહન માટે ડ્રોનનો ઉપયોગ થઇ રહ્યો છે. ખેડૂતો તેમના ફળો, શાકભાજી અને ફૂલો જેવા ઉત્પાદનોને ઓછા સમયમાં બજારમાં લાવવા અને તેમની આવક વધારવા માટે ઉચ્ચ ક્ષમતાવાળા ડ્રોનનો ઉપયોગ કરી શકે છે.