Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Nadiad-કલેક્ટરશ્રીનીઅનુસૂચિત જાતિ પેટા યોજનાની સમીક્ષા બેઠક

12:56 PM Jul 24, 2024 | Kanu Jani

Nadiad-જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ સંબંધિત વિવિધ યોજનાઓની સમિક્ષા બેઠક યોજાઈ. જેમાં અનુસૂચિત જાતિ પેટા યોજનાની (SCSP), અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર (એટ્રોસિટી) માટે  જિલ્લા તકેદારી સમિતિ, મેન્યુઅલ સ્કેવેન્જર્સ, અને એટ્રોસીટીના કેસો સંભાળતા સરકારી વકીલશ્રીઓની કામગીરી સમિક્ષા બેઠક યોજાઇ.

વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા

મીટિંગમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. બેઠક અંતર્ગત અનુસૂચિત જાતિના સમાજના લાભાર્થીઓને આપવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના નિર્માણ સહાય, પાક વ્યવસ્થા, પોષણ આહાર, મત્સ્ય ઉદ્યોગ અંતર્ગત સહાય અને પછાત વર્ગ કલ્યાણ સહિતની યોજનાઓમાં કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રીએ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. તેમજ ચાલુ વર્ષ દરમિયાન જોગવાઈ મુજબ ખર્ચ કરવા સૂચનો કરેલ. વધુમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર અટકાવ અંતર્ગત એટ્રોસિટી માટે ઇન્વેસ્ટીગેશન પ્રક્રિયા, ભોગ બનનાર વિક્ટીમને સહાય, પોલીસ રક્ષણ, અને ત્રિમાસિક સમય દરમિયાન નોંધાયેલ એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ સહિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી.

ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન  એક્ટ-2013 ની પણ બેઠક 

સાથે જ ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન  એક્ટ-2013” ની ત્રિમાસીક બેઠક મળેલ જે અંગે અત્રેના ખેડા જિલ્લામાં આ સમયગાળામાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ અંગે કોઈ બનાવ બનેલ નથી.

કલેક્ટરશ્રી દ્વારા આગળ પણ આવા કોઈ બનાવ ના બને તે અંગે નગરપાલિકાઓને વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા સુચના આપેલ છે. 

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.ડી. વસાવા , નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ,  એટ્રોસિટી સંદર્ભમાં નિયુક્ત પોલીસ અધિકારી શ્રી, સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.