+

નડાબેટ બોર્ડર જ્યાં નાડેશ્વરી માતા જવાનોનું રક્ષણ કરે છે, વિદેશી પક્ષીઓ અને પર્યટકો માટે સ્વર્ગ સમાન

Nadabet border: સરહદ કેવી હોય છે તે સામાન્ય નાગરિકો માટે હમેશા કુતૂહલનો વિષય રહ્યો છે. કારણકે કોઈ સામાન્ય નાગરિક સરહદને સરળતાથી જોઈ શકતો નથી. પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ઈન્ડિયા-પાકિસ્તાનની…

Nadabet border: સરહદ કેવી હોય છે તે સામાન્ય નાગરિકો માટે હમેશા કુતૂહલનો વિષય રહ્યો છે. કારણકે કોઈ સામાન્ય નાગરિક સરહદને સરળતાથી જોઈ શકતો નથી. પરંતુ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ઈન્ડિયા-પાકિસ્તાનની ઝીરો પોઈન્ટ બોર્ડરને(Nadabet border) સામાન્ય નાગરિક પણ સરળતાથી જોઈ શકે છે. આ નડાબેટ ઝીરો પોઈન્ટ બોર્ડરને વર્ષ 2016થી સીમા દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. જેથી સામાન્ય નાગરિકો પણ સીમા દર્શન કરી શકે અને સરહદ પર થતી વિવિધ પ્રવૃતિને નિહાળી શકે.

બોર્ડર ટુરિઝમની શરૂઆત કરવામાં આવી

ગુજરાતના નડાબેટમાં વર્ષ 2016 થી બોર્ડર ટુરિઝમની શરૂઆત કરવામાં આવી હતી. અહીં બનાસકાંઠા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર રાજ્ય સરકાર અને બીએસએફ દ્વારા ટુરિઝમની શરૂઆત કરવામાં આવી હતી. અને અહીં આ બોર્ડર પર પર્યટકો માટે સતત નવી નવી સુવિધાઓ વિકસવાઈ રહી છે. જેથી ભારત- પાકિસ્તાનની બોર્ડર(Nadabet border) ઉપર લોકો મોટી સંખ્યામાં આવે અને બોર્ડર ઉપર થતી દરેક કાર્ય નિહાળે તે માટે ખૂબ સારું આયોજન કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર આવેલું નડાબેટ ટુરિસ્ટો માટે હવે એક શાનદાર સ્થળ બની ગયું છે.આંતરરાષ્ટ્રીય બોર્ડર ભારત- પાકિસ્તાનની નડાબેટ બોર્ડર ઉપર પણ સરકાર દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે.

વિદેશી પક્ષીઓ માટે બેસ્ટ હનીમૂન ડેસ્ટિનેશન

નડાબેટ પર સીમા દર્શન સિવાય પણ ઘણી જોવા લાયક જગ્યાઓ છે. બનાસકાંઠા જિલ્લો પાકિસ્તાનની સરહદથી ખૂબ જ નજીક આવેલો છે. અને અહીં દર વર્ષે શિયાળામાં દેશ-વિદેશથી સરહદો પાર કરીને ઘણા બધા અલગ અલગ પક્ષીઓ બનાસકાંઠાના નડાબેટમાં આવતા હોય છે. અને આમાં ફ્લેમિંગો અને પેલિકન સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતી પ્રજાતિઓ છે.ફ્લેમિંગો ઉપરાંત રોઝી પેલીકન, ડાલમેશિયન પેલીકન, સ્પૂનબિલ, ઇજિપ્તનું ગીધ, કુંજ, 7 થી 8 પ્રકારના બતક સહીત સેંકડો પ્રજાતિના પક્ષીઓ લાખોની સંખ્યામાં આવી નડાબેટના રણમાં 4 મહિના રોકાણ કરે છે.

નડાબેટમાં આવેલું પ્રખ્યાત નાડેશ્વરી માતાનું મંદિર

નડાબેટમાં એક પ્રખ્યાત નાડેશ્વરી માતાનું મંદિર આવેલું છે. આ મંદિર સામાન્ય લોકો તેમજ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માટે આસ્થા અને આદરનું કેન્દ્ર છે. કહેવાય છે કે બનાસકાંઠા બોર્ડર પર જ્યારે સૈનિક ફરજ પર હોય ત્યારે ફરજ પર જતા પહેલા તે માતાના દરબારમાં જાય છે અને ત્યાર બાદ જ તે ફરજ પર જાય છે. એવું માનવામાં આવે છે કે અહીં માતા નડેશ્વરી પોતે સૈનિકના જીવનની રક્ષા કરે છે.એવું કહેવાય છે કે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોની ટુકડી પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગઈ હતી. આ પછી, કમાન્ડન્ટે માતા નડેશ્વરીને મદદ માટે વિનંતી કરી અને માતા નડેશ્વરી પોતે દીવાના પ્રકાશમાં સૈનિકોને બેઝ કેમ્પમાં લાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે જ્યાં સુધી માતા નડેશ્વરી આ સરહદ પર બિરાજશે ત્યાં સુધી સૈનિકોને કઈ પણ નહીં થઈ શકે.

દેશનું રક્ષણ કરવા તમામ પરિસ્થિતીમાં સજ્જ

ગુજરાત ફર્સ્ટની ટીમ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલા નડાબેટ (Nadabet)ના ઝીરો પોઈન્ટ પર પહોંચી હતી.આ બોર્ડર કચ્છ દરિયાઈ વિસ્તારથી લઈને બનાસકાંઠા અને રાજસ્થાનના રણ વિસ્તારથી છેક જમ્મૂ-કશ્મીરના બર્ફિલા પહાડો સુધી પથરાયેલી છે. બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે.અને આ રણરૂપી સમુદ્રમાં દૂરદૂર સુધી માણસ તો શું પણ કોઇ પ્રાણી પણ જોવા નથી મળતું અને આવી પરિસ્થિતીમાં પણ બીએસએફના જવાનો દેશની સરહદે ખડેપગે રહીને દુશ્મનનો મુકાબલો કરે છે. આ એવો વિસ્તાર છે જ્યાં કડકડતી હાડ થીજાવતી ઠંડી પડે છે તો આગ ઝરતી ગરમી અને ચોમાસામાં ધોધમાર વરસાદ પડે છે પણ છતાં બીએસએફના જવાનો આપણા દેશનું રક્ષણ કરવા તમામ પરિસ્થિતીમાં સજ્જ રહેતા હોય છે.

દુશ્મન દેશ પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખે છે

નડાબેટના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જ્યા હજુ પણ મોબાઈલ ટાવર કે મોબાઈલ નેટવર્ક નથી . જવાનોને દૂર સુધી ડ્યુટીમાં મુકવામાં આવે છે જે એક એક મહિના સુધી ફોન કે અન્ય રીતે પરિવાર સાથે વાત પણ નથી કરી શકતા છતાં અનેક પડકારો અને ખરાબ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને કડકડતી ઠંડીમાં રેતીના ડુંગરો વચ્ચે દુશ્મન દેશ પાકિસ્તાનની દરેક હરકત પર નજર રાખે છે.

આ પણ વાંચો –NADABET BORDER : સરહદ પર અનેક પડકારો વચ્ચે આપણું રક્ષણ કરતાં BSF જવાનો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.ગુજરાત ફર્સ્ટ લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter