- મુંબઈમાં ગણપતિ ઉત્સવના સમાપનની તૈયારીઓ પૂરજોશમાં
- ગણપતિ વિસર્જન માટે મુંબઈ પોલીસે આ વખતે ખાસ તૈયારીઓ
- મુંબઈ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જારી કરી
મુંબઈ (Mumbai)માં ગણપતિ ઉત્સવના સમાપનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 7 મી સપ્ટેમ્બરથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ 17 મી સપ્ટેમ્બરે વિસર્જન સાથે પૂર્ણ થશે. ગણપતિ વિસર્જન માટે મુંબઈ (Mumbai) પોલીસે આ વખતે ખાસ તૈયારીઓ કરી છે . મુંબઈ (Mumbai) પોલીસે વિસર્જન સરઘસ દરમિયાન ભારે ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક એડવાઈઝરી (Traffic Advisory) જારી કરી છે. ભવ્ય શોભાયાત્રા માટે સમગ્ર શહેરમાં ટ્રાફિક (Traffic Advisory)માં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈ (Mumbai) ટ્રાફિક (Traffic Advisory) પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં લોકોને લોકલ ટ્રેન અને બેસ્ટ બસો જેવા સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
In view of Anant Chaturdashi & Ganpati Visarjan following traffic arrangements will be in place in Western Suburbs of Mumbai.
Citizens are requested to plan their commute accordingly.#MTPTrafficUpdateshttps://t.co/IWNDtaq0jl
— Mumbai Traffic Police (@MTPHereToHelp) September 16, 2024
આ રસ્તાઓ બંધ રહેશે, આ માર્ગો ડાયવર્ટ કરવામાં આવશે…
- કોસ્ટલ રોડ : ઉત્તર અને દક્ષિણ મુંબઈ (Mumbai) વચ્ચે સરળ મુસાફરી માટે કોસ્ટલ રોડ 18 સપ્ટેમ્બર સુધી 24 કલાક ખુલ્લો રહેશે.
- મરીન ડ્રાઇવ : એનએસ રોડની ઉત્તર તરફનો ટ્રાફિક ઇસ્લામ જીમખાનથી કોસ્ટલ રોડ તરફ વાળવામાં આવશે જો જરૂરી હોય તો.
- ઈસ્ટર્ન ફ્રીવે (Eastern Freeway) : પી ડી’મેલો રોડ, CSMT જંક્શન, પ્રિન્સેસ સ્ટ્રીટ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
- દક્ષિણ મુંબઈ (Mumbai)ના કોલાબામાં નાથાલાલ પારેખ માર્ગ, કેપ્ટન પ્રકાશ પેઠે માર્ગ અને રામભાઈ સલગાંવકર માર્ગ બંધ રહેશે.
- મહાપાલિકા માર્ગ : જો જરૂરી હોય તો, તે CSMT જંકશનથી મેટ્રો જંકશન સુધી બંધ રહેશે. ટ્રાફિકને CSMT જંકશનથી ડીએન રોડ તરફ વાળવામાં આવશે.
- ગોખલે બ્રિજ : ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- માર્વે રોડ જંકશન : મલાડ માર્વે રોડ મીઠ ચોકી સુધી બંધ રહેશે.
- જુહુ તારા રોડ : સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન જંકશનથી વી હોટેલ જંકશન સુધી બંધ રહેશે.
- કાલબાદેવી વિસ્તાર : JSS રોડ, વિઠ્ઠલભાઈ પટેલ રોડ, બાબા સાહેબ જયકર રોડ, રાજા રામ મોહન રોય રોડ, કાસવાસજી પટેલ ટાંકી રોડ, સંત સેના માર્ગ, નાનુભાઈ દેસાઈ રોડ અને સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે.
આ વિસ્તારોમાં ભારે ભીડનો ડર…
- ગિરગામ ચોપાટી અને આસપાસના વિસ્તારો : ગિરગામ, ઠાકુરદ્વાર, વીપી રોડ, JSS રોડ, એસવીપી રોડ અને રાજા રામ મોહન રોય રોડ.
- કફ પરેડ અને કોલાબા : બધવાર પાર્ક, CSMT નજીક મેટ્રો જંક્શન.
- ભીંડી બજાર અને ડીબી માર્ગ વિસ્તાર: પાયધોની અને નજીકના જંકશન.
- નાગપાડા વિસ્તાર : અગ્રીપાડા, નાગપાડા જંક્શન, સાત રસ્તા જંક્શન, ખાડા પારસી જંક્શન, એનએમ જોશી માર્ગ, ચિંચપોકલી જંક્શન અને મુંબઈ સેન્ટ્રલ જંક્શન.
આ પણ વાંચો : Mpox : 21 દિવસનું ક્વોરેન્ટાઇન અને ટેસ્ટિંગ; દેશનું આ એરપોર્ટ હાઈ એલર્ટ પર કેમ આવ્યું?
આ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરો…
- બીએ રોડ, લાલબાગ ફ્લાયઓવર બ્રિજ, સર જેજે ફ્લાયઓવર અને કોસ્ટલ રોડ.
ઉપનગરીય ટ્રાફિક પ્રતિબંધો (Suburban Traffic Restrictions)
- દાદર : હિંદ માતા જંકશન, ભારત માતા જંકશન, પરેલ ટીટી જંકશન અને રણજીત બિધાકર ચોક પર ભીડ રહેશે.
- સ્વાતંત્રવીર સાવરકર માર્ગ (સિદ્ધિવિનાયક મંદિરની આસપાસ) બંધ રહેશે.
- વર્લી : લાલબાગચા રાજાની શોભાયાત્રા દરમિયાન વર્લી નાકા ખાતે ડો. એની બેસન્ટ રોડ બંધ રહેશે.
- કાંદિવલી : દામુ અન્ના તિથિ માર્ગ પર દહાણુકર વાડીના વિસર્જન તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ રહેશે.
- બોરીવલી : ડોન બોસ્કો જંક્શનથી બોરીવલી જેટી રોડ નજીકનો એલટી રોડ બંધ રહેશે.
રેલ્વે ઓવરબ્રિજ પ્રતિબંધો: (ROB Restrictions)
- ઘાટકોપર, કરી રોડ, ભાયખલા, મરીન લાઇન્સ અને દાદર તિલક સહિત તમામ રેલ્વે ઓવરબ્રિજ પર એક સમયે માત્ર 100 લોકોને જ ક્રોસ કરવાની મંજૂરી આપવામાં આવશે. સુરક્ષાના કારણોસર આ પુલો પર સરઘસ, ડાન્સ અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ છે.
આ પણ વાંચો : Namo Bharat Rapid Rail: કેટલું હશે ભાડું, કેટલી હશે સ્પીડ? જાણો તમામ માહિતી