Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Mumbai : ડોક્ટર સાહેબે ખાવા માટે મંગાવી આઈસ્ક્રીમ, પેકિંગ ખોલતા મળ્યો આંગળીનો ટુકડો…

03:12 PM Jun 13, 2024 | Dhruv Parmar

મુંબઈ (Mumbai)માંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈ (Mumbai)ના એક ડોક્ટરને આઈસ્ક્રીમના કોનમાંથી માનવ આંગળી મળી છે જે તેની બહેને બુધવારે (12 જૂન)ના રોજ ઓનલાઈન ઓડર કર્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મલાડમાં બની હતી જ્યારે એક મહિલાએ ગ્રોસરી ડિલિવરી એક Zepto દ્વારા અન્ય વસ્તુઓની સાથે આઈસ્ક્રીમનો ઓર્ડર કર્યો હતો.

આ App પરથી કર્યો હતો ઓર્ડર…

હકીકતમાં, મુંબઈ (Mumbai)ના મલાડ વિસ્તારમાં રહેનાર ઓર્લેમ બ્રેન્ડન સેરાઓ (27) નામના ડોક્ટરે જ્યારે આઈસ્ક્રીમ ખાધો તો તેને જીભમાં કંઇક ખોટું લાગ્યું તેને જોયું તો તેમાં માનવ આંગળી જોવા મળી હતી. આ આઈસ્ક્રીમ તેની બહેને ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર તેની બહેને Zepto ડિલિવરી એપ પરથી કર્યો હતો. આ આઈસ્ક્રીમનું નામ Yummo butterscotch છે. પછી થોડા સમય પછી ડિલિવરી બોયએ તેને તેનું પેકેજ આપ્યું, ત્યારબાદ તેણે ખૂબ જ ઉત્સાહથી આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું, જ્યારે તેણે જમતી વખતે આઈસ્ક્રીમ જોયો તો તે ચોંકી ગયો. આઇસક્રીમની અંદર તેમને એક માનવ અંગની કાપી નાંખેલી આંગળી મળી જે લગભગ 2 સેન્ટિમીટર લાંબી હતી.

બહેને કર્યો હતો ઓર્ડર…

પોલીસે આ મામલામાં જણાવ્યું હતું કે આઈસ્ક્રીમની અંદરથી કપાયેલી આંગળીની ફરિયાદ કરનાર વ્યક્તિ વ્યવસાયે MBBS ડોક્ટર છે. જ્યારે સેરાઓની બહેન ઘર માટે કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી, ત્યારે તેણે તેની બહેનને આઈસ્ક્રીમ મંગાવવાનું કહ્યું. હાલમાં આ મામલાની નોંધ લઈને મુંબઈ (Mumbai)ના મલાડ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસ કરશે…

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ આ આઈસ્ક્રીમનું ઉત્પાદન કયાં સ્થળોએ કરવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરશે જેથી કરીને તે કોની આંગળી પર હતું તેની પુષ્ટિ થઈ શકે. ઉપરાંત, પોલીસે આ મામલામાં FIR નોંધી છે અને આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

આ પણ વાંચો : NEET UG 2024 : શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન, કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે…

આ પણ વાંચો : Madhya Pradesh : આતંકી હુમલામાં જીવ ગુમાવનાર CRPF જવાનનો પાર્થિવ દેહ ઘરે પહોંચ્યો…

આ પણ વાંચો : Pema Khandu એ અરુણાચલ પ્રદેશના CM તરીકે શપથ લીધા, Chowna Mein નાયબ મુખ્યમંત્રી બન્યા