Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત ઇલેક્શન: રાજ્ય સરકારે માંગો પૂર્ણ કરતાં વધુ એક આંદોલન સમેટાયું

05:44 AM Apr 26, 2023 | Vipul Pandya

ગુજરાત(Gujarat) સરકારને વધુ એક આંદોલન સમેટવામાં સફળતા મળી છે. જેમાં સરકારે 14 પૈકી 11 માંગણીઓ સંતોષવા બાંહેધરી આપતા વનરક્ષકનું આંદોલન(Van Rakshak) પણ સમેટાઇ ગયુ છે.ગુજરાત રાજ્ય વનરક્ષક મંડળ સાથે બેઠક અંગે રાજ્ય સરકારના પ્રવક્તાશ્રી  જીતુ વાઘાણી (Jitu Vaghani)એ જણાવ્યું હતું કે કર્મચારીઓ સાથે સારા વાતાવરણમાં ચર્ચા કરી છે. તેમજ વર્ષોથી નહીં સ્વીકારાયેલી માંગણીઓ સ્વીકારવામાં આવી છે. આ અગાઉ રજાઓનો પગાર મળતો ન હતો, હવે રજાના દિવસે બજાવેલ ફરજનો પગાર આપવાનો નિર્ણય લેવાયો છે. તથા કેટલીક નીતિવિષિયક બાબતો પર વિચારણા બાદ નિર્ણય લેવાની સહમતિ સધાઈ છે.
વનરક્ષક આંદોલન સમેટાયુ  
જોકે છેલ્લા 14 દિવસથી લડત ચલાવી રહેલા વનરક્ષક અને વનપાલની માંગણીઓને ઉકેલ રાજ્ય સરકાર લાવી છે. રાજ્ય સરકારની આંખ ઉગાડવા માટે વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ તારીખ 19મીએ સોમવારે રેલી અને ધરણાંનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વનરક્ષક અને વનપાલના પડતર પ્રશ્નોમાં ગ્રેડ-પે, રજા પગાર, પીટીએ, ભરતી-બઢતીને રેસીયો વગેરે સહિતના પ્રશ્નોના ઉકેલ માટેની માંગ કર્મચારીઓએ કરી હતી.
 ST કર્મી અને આરોગ્ય કર્મીઓનું આંદોલન સમેટાયું
મંત્રી પૂર્ણેશ મોદીએ મોડી રાત સુધી ST નિગમના કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. જે બેઠકમાં કર્મચારીઓની પડતર માંગ ઉપર ઊંડી ચર્ચા વિચારણાં કરવા એસ.ટી.નિગમના કર્મચારીઓની જે પડતર માંગ હતી તેમાં 14માંથી 11 માંગ સરકારે સ્વીકારી લીધી છે. એસ.ટી.નિગમના ત્રણેય યુનિયનને સમજાવવામાં વાહનવ્યવહાર મંત્રી સફળ રહ્યા છે અને હવે એસ.ટી.નિગમના કર્મચારીઓએ પણ આંદોલન સમેટવાની જાહેરાત કરી લીધી છે.

માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલ માજી સૈનિકોનું આંદોલન આખરે આજે પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને રાજ્ય સરકારે પાંચ અધિકારીઓની કમિટીની રચના કરી. જેમાં પડતર પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવા સરકારે ખાતરી આપી છે. સેનિકોના આંદોલન મામલે રેન્જ IG અભય ચુડાસમાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. પાંચ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી. 14 પડતર પ્રશ્નોને લઈને કમિટી બનાવવામાં આવી. નિવૃત્ત સૈનિકોએ આંદોલન પૂર્ણ જાહેર કર્યું છે
આશા વર્કર બહેનોની માંગ સરકારની સહમતિ
જીતુ વાઘાણીએ આશા વર્કર મહિલાઓને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં 50 હજાર જેટલી આશા વર્કર મહિલાઓનું કામ વખાણવા લાયક છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપ સરકાર આશાવર્કરો માટે અનેક નિર્ણય પહેલા લીધા છે તેમજ હાલમાં લઈ રહી છે. મંત્રી ઋષિકેશ પટેલે આશા વર્કર બહેનો સાથે ચર્ચા પણ કરી છે. આશા વર્કર બહેનોની હિતને ધ્યાનમાં રાખીને સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સકારત્મક ચર્ચા આશા વર્કર મહિલાઓની મોટી માંગો સરકારે તેમના કામકાજને જોતાં ગ્રાહ્ય રાખી છે. જેથી અલગ અલગ કાર્યકમો આપ્યા તે પણ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.