+

રાજ્યમાં બે દિવસ બાદ 500થી વધુ કેસ, છેલ્લા 24 કલાકમાં 572 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસોમાં બે દિવસ બાદ ફરી એકવાર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 572 નવા કેસ નોંધાયા છે. જ્યારે 489 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3595 છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.82 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 34 હજાર 689ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે.

રાજ્યમાં કોરોનાના કેસોમાં બે દિવસ બાદ ફરી એકવાર વધારો
થયો છે. છેલ્લા
24 કલાકમાં કોરોનાના 572 નવા કેસ
નોંધાયા છે. જ્યારે
489 દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસનો આંકડો 3595 છે, જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.82 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું
નથી.


રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 34 હજાર 689ના રિપોર્ટ
પોઝિટિવ આવ્યા છે
, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 948 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 20 હજાર 146 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3595 એક્ટિવ કેસ છે,
1
દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ
3594 દર્દીઓની હાલત સ્થિર છે.


રાજ્યમાં આજે બે દિવસ બાદ 500થી વધુ કેસ
નોંધાયા છે. આજે
572 કેસ,
જ્યારે ગઈકાલે 419 કેસ નોંધાયા હતા. આ પહેલા સળંગ ચાર દિવસ 500થી વધુ કેસ
નોંધાયા હતા. જ્યારે
16 જૂને 110
દિવસ બાદ 200નો આંકડો પાર
થયો હતો અને
228 કેસ નોંધાયા હતા. અગાઉ 26 ફેબ્રુઆરીએ
ત્રીજી લહેરના અંતમાં
230 કેસ હતાં.


ગુજરાતમાં આજે સાંજે પાંચ કલાક સુધીમાં કોરોના વેક્સીનના 69 હજાર 825 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 16 લાખ 44 હજાર 512 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે. 

Whatsapp share
facebook twitter