+

સ્ત્રીઓમાં માનસિક તણાવના કારણે 21 ટકા પુરુષોથી વધારે હૃદયરોગનો ભય

અભ્યાસ મુજબ નોકરી અને સામાજિક દબાણ કારણે મહિલાઓના  માનસિક સ્વાસ્થ્ય પર વિપરત અસર પડે છે. ઘણીવાર કાર્ય સ્થળ પર કામના દબાણના લીધે તેમજ ઘર અને કામ વચ્ચે સતત બેલેન્સ લાઈફના કારણે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે.શું કહે છે રિસર્ચ? અમેરિકાની ડ્રેક્સેલ યુનિવર્સિટીનાં ડૉનસેફ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં રિસર્ચરો દ્વારા આ અભ્યાસક્રમ હાથ ધરાયો હતો. જેમાં જીવનસાથીનું મૃત્à
અભ્યાસ મુજબ નોકરી અને સામાજિક દબાણ કારણે મહિલાઓના  માનસિક સ્વાસ્થ્ય પર વિપરત અસર પડે છે. ઘણીવાર કાર્ય સ્થળ પર કામના દબાણના લીધે તેમજ ઘર અને કામ વચ્ચે સતત બેલેન્સ લાઈફના કારણે મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે.
શું કહે છે રિસર્ચ? 
અમેરિકાની ડ્રેક્સેલ યુનિવર્સિટીનાં ડૉનસેફ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થનાં રિસર્ચરો દ્વારા આ અભ્યાસક્રમ હાથ ધરાયો હતો. જેમાં જીવનસાથીનું મૃત્યુ, ડિવોર્સ, એકલતા, અથવા શારીરિક અને માનસિક શોષણની ઘટનાઓના કારણે સામાન્ય રીતે સામાજીક તિરસ્કારનાં કારણે મહિલાઓએ સતત તણાવભર્યું જીવન જીવતી હોય છે. આવી ઘટનાઓના કારણે 12 ટકા વધુ અને કોરોનરી હૃદયરોગનો 9 ટકા વધુ ખતરો રહે છે. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, માનસિક તણાવ સામાન્ય રીતે સતત દબાણ હેઠળ કામ કરવાના કારણે થાય છે. જેથી ગૃહિણી કરતા વર્કિંગ વુમનમાં આ તણાવ કોરોનરી હૃદયરોગનું જોખમ વધારે છે.
1991થી 2015 સુધીના સહભાગીઓને મહિલાઓમાં કેન્સર, હૃદયરોગ અને ઓસ્ટીયોપોરોસીસથી બચવાના વધુ સારા સંશોધનો કરવા માટે આ રિસર્ચ હાથ ધરાયું હતું. સકરવામાં આવ્યો હતો. અભ્યાસ મુજબ નોકરી અને સામાજિક પરિસ્થિતિ, સામાજિક સંબંધોમાં નિષ્ફળતાના કારણે મહિલાઓના જીવન પર તેની વિપરીત અસરો જોવા મળે છે.
આ અભ્યાસ માટે 80,825 પોસ્ટમેનોપોઝલ મહિલાઓના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એકવાર સ્ત્રીઓ મેનોપોઝ અથવા પોસ્ટમેનોપોઝલ સ્ટેજ પર પહોંચે છે, ત્યારે હોર્મોનનું સ્તર હંમેશા ઘટે છે. સ્ત્રીઓ ગર્ભવતી થઈ શકતી નથી અને માસિક ચક્ર પણ બંધ થઈ જાય છે. આ સમયગાળો મહિલાઓ માટે ખુબ તણાવગ્રસ્ત રહે છે. 
કોવિડ-19 મહામારીએ મહિલાઓમાં કામ અને રોજગારને લઈને તણાવમાં વધારો કર્યો
કોવિડ-19 મહામારીએ મહિલાઓમાં કામ અને રોજગાર અંગે તણાવમાં વધારો કર્યો છે. ડૉનસેફ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિયેટ પ્રોફેસર, વોન માઇકલે જણાવ્યું હતું કે આ તારણોથી કાર્યસ્થળના તાણને મોનિટર કરવાના વધુ સારા ઉપાયો પર સંશોધન કરી શકાશે. મહિલાઓને મળતા વેતન, અધિકારો, પરિવારની સાર-સંભાળ અને સામાજિક જવાબદારી માટેના નવા નીતિ-નિયમો ઘડવામાં મદદરૂપ થશે. જેથી બેવડા બોજ તળે કામ કરતી મહિલાઓને ઘર અને નોકરીની જવાબદારીમાં સુરક્ષા મળશે. આ અભ્યાસ અમેરિકન હાર્ટ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયો છે.
Whatsapp share
facebook twitter