+

દસક્રોઈ તાલુકામાં રસ્તો પહોળો કરવા માટે ૪૦૦થી વધુ વૃક્ષો કાપવામાં આવશે

એક તરફ સરકાર વૃક્ષો વાવવા માટે પૈસા પાણીની જેમ વાપરી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ તાલુકામાં આવેલા ઓડથી પીરાણા તરફના પાંચ કિલોમીટરના રોડમાં આવતા 400થી વધુ વૃક્ષો કાપવામાં આવશે. ઓડ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે ત્યારે આ નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના મતે વૃક્ષોનું નિકંદન કરવું પડે એવો વિકાસ કોઈ કામનો નથી. જેà
એક તરફ સરકાર વૃક્ષો વાવવા માટે પૈસા પાણીની જેમ વાપરી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના દસક્રોઈ તાલુકામાં આવેલા ઓડથી પીરાણા તરફના પાંચ કિલોમીટરના રોડમાં આવતા 400થી વધુ વૃક્ષો કાપવામાં આવશે. 
ઓડ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે ત્યારે આ નિર્ણય સામે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમના મતે વૃક્ષોનું નિકંદન કરવું પડે એવો વિકાસ કોઈ કામનો નથી. જેટલા વૃક્ષો કાપવામાં આવે તેની સામે તેટલા વૃક્ષોનું વાવેતર અને જાળવણી થાય તેવી માગ ઉઠી છે.


ઓડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી દબાણની નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા રોડની બાંધકામ મર્યાદા, રોડના સેન્ટર થી ૧૬ મીટરની છે. જેના પગલે રોડ એન્ડ બિલ્ડિંગના હદની અંદરના દબાણ આગામી ત્રણ દિવસમાં દૂર કરવામાં આવશે. સાથે જ રસ્તો પહોળો કરવા માટે ૪૦૦થી વધુ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.


 સરપંચના જણાવ્યા પ્રમાણે લોકોની સુવિધા માટે રોડ પહોળો કરવા માટે દબાણમાં આવતાં વૃક્ષો કાપવા માટે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી અને વનવિભાગ દ્વારા વૃક્ષોના નિકંદનની કામગીરી કરાશે.
Whatsapp share
facebook twitter