Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Morbi: ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો ગુસ્સો સાતમા આસમાને, જાણો કોના પર બગડ્યા MLA

03:30 PM Aug 29, 2024 |
  1. મુલાકાત દરમિયાન ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તલાટીને ખખડાવ્યાં
  2. તાત્કાલિક કામ કરો નહીંતર સસ્પેન્ડ કરાવી દઈશઃ MLA
  3. ગામમાં પાણી ભરાયા હોવાથી ધારાસભ્ય તલાટીમંત્રી પર બગડ્યા

Morbi: આમ તો સમગ્ર ગુજરાતમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. ગુજરાતના શહેરો સહિત ગામડાઓમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન એક ગામની મુલાકાત લેવા ગયેલા ધારાસભ્ય ગામના તલાટી પર ભારે બગડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય કાંતિ અમૃતિયા (MLA Kantilal Amrutiya)નો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Dwarka: જામરાવલમાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગુજરાત ફર્સ્ટે કર્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ

ગામના તલાટી પર ધારાસભ્ય કાંતલાલ અમૃતિયા ખિજાયા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, મોટા દહિસરા ગામે તળાવની પાળને સુરક્ષિત કરવાને લઇને તલાટી મંત્રી પર ધારાસભ્ય કાંતલાલ અમૃતિયા (MLA Kantilal Amrutiya, Morbi) ખિજાયા હતાં. જેનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. ગામના તલાટી પર બગડતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ કહ્યું કે, સાત લાખ સ્વ ભંડોળ પડ્યું છે તો શું ખીચડી કરવી છે? ગામમાં પાણી ભરાયા હોવાથી ધારાસભ્ય તલાટીમંત્રી પર બગડ્યા હતા. ગામની સ્થિતિ જોતા ધારાસભ્યને ભારે ગુસ્સો આવ્યો હતો અને બધાની વચ્ચે તલાટીને ખખડાવી દીધો હતો.

આ પણ વાંચો: Anand: રેડ એલર્ટ હોવા છતાં ફાયર ઓફિસર રજાના મૂડમાં! શું આ ગંભીર લાપરવાહી નથી?

તાત્કાલિક કામ કરો નહીંતર સસ્પેન્ડ કરાવી દઈશઃ MLA

ધારાસભ્ય કાંતિ અમૃતિયા (MLA Kantilal Amrutiya) સત્વરે કામ કરવાની સૂચના આપી અને કહ્યું કે, ‘તાત્કાલિક કામ કરો નહીંતર સસ્પેન્ડ કરાવી દઈશ.’ નોંધનીય છે કે, ગામમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહીં હોવાથી સત્વરે પાણીનો નિકાલ કરવા માટે તલાટીને સૂચના આપી હતી અને આ સાથે સાથે ખખડાવ્યા પણ હતા કે, જો કામ નહીં કરવામાં આવે તો સસ્પેન્ડ કરાવી દઈશ. ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરંતુ ગામડાંમાં ભરાતા પાણી હોય તો તલાટીની જવાબદારી છે કે, સત્વરે પાણીનો નિકાલ કરાવે. જેથી ધારાસભ્યે તલાટીને સૂચનો આપ્યાં હતાં.

આ પણ વાંચો: Vijay Suvada એ દિનેશભાઈ તથા સમગ્ર રબારી સમાજની માફી માંગી, જુઓ આ Video