+

ગોંડલી નદીના પુલ પરના રાજાશાહી વખતના લાઇટ પોલ તસ્કરો ચોરી ગયા, નગરપાલિકા તંત્રએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  ગોંડલ ગોંડલી નદી પર બનેલા પુલ પર રાજાશાહી વખતના સ્ટ્રીટલાઇટના બીડ પોલ ચોરાઈ ગયા છે. પુલ પર લગાડવામાં આવેલા 30 પૈકી 6 પોલ અને 1 પોલ…

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

ગોંડલ ગોંડલી નદી પર બનેલા પુલ પર રાજાશાહી વખતના સ્ટ્રીટલાઇટના બીડ પોલ ચોરાઈ ગયા છે. પુલ પર લગાડવામાં આવેલા 30 પૈકી 6 પોલ અને 1 પોલ ભગવતપરા ગેઇટ વાડી શેરી સામેથી તસ્કરો ચોરી ગયા છે. આ ઘટનાથી રાત્રે પેટ્રોલિંગ કરતી ગોંડલ પોલીસની કામગીરી સામે આંગળી ચીંધાઇ રહી છે. બીજી બાજુ નગરપાલિકા તંત્ર દ્વારા બેફામ બનેલા ચોરો સામે ગોંડલ શહેર પોલીસમાં અરજી કરવામાં આવી છે.

છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક પોલ ચોરાઈ રહ્યા છે

ગોંડલ પાંજરાપોળના પુલ ઉપર રાજાશાહી વખતના લાઈટ પોલ ચોરાયા છે. ગોંડલ શહેરમાંથી પસાર થતી ગોંડલી નદી પર રાજાશાહી વખતના બનેલા બન્ને પુલ પર નગરપાલિકા તંત્ર દ્વારા લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા છે. પાંજરાપોળ પાસે ગોંડલી નદીના પુલ પર આશરે 30 જેટલા રાજાશાહી સમયના લાઈટના પોલ હતા. નગરપાલિકા તંત્ર દ્વારા બધા પોલનું સમારકામ કરીને કલરથી રંગબેરંગી કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક પોલ ચોરાઈ રહ્યા છે. નદીના પુલ પર 30 પોલમાંથી 6 જેટલા પોલ ચોરાઈ ગયા છે. એક પોલ તો જાણે દીવાલ તોડીને લઈ ગયા છે.

પોલીસ સ્ટેશન માં અરજી કરવામાં આવી.

ગોંડલ નગરપાલિકા ના ચીફ ઓફિસરે એ.જે.વ્યાસે પોલીસ સ્ટેશનમાં ચોરીની અરજી કરી છે જેમાં ગોંડલ નગરપાલિકાના સ્ટ્રીટલાઈટના 7 જેટલા બીડ પોલ આશરે કિં.રૂ. 1,40,000/-, એલ.ઇ. ડી ગેઇટ લાઈટ (ફાનસ) નંગ – 7 અંદાજીત કી. રૂ. 8,400/- મળી કુલ 1,48,400/- ના મુદામાલ સાથે ની અરજી પોલીસ સ્ટેશન માં કરવામાં આવી છે.

 

Whatsapp share
facebook twitter