Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Modi Government 3.0 : નિમુબેન બાંભણિયાની Gujarat First સાથે EXCLUSIVE વાતચીત

12:18 PM Jun 10, 2024 | Vipul Sen

દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવન ખાતે ગઈકાલે મોદી સરકાર 3.0 નો (Modi Government 3.0) શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં PM મોદી સહિત NDA ગઠબંધનના 72 મંત્રીઓએ શપથ લીધા હતા. મોદી સરકાર 3.0 ના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો હતો. પોરબંદરથી (Porbandar) સાંસદ મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી બન્યા છે. સાથે જ ભાવનગર (Bhavnagar) સાંસદ નિમુબેન બાંભણિયાની પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. મંત્રીપદના શપથગ્રહણ બાદ નિમુબેન બાંભણિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી.

આ ભાજપની તાકાત છે : નિમુબેન બાંભણિયા

મોદી સરકાર 3.0 માં ભાવનગર સાંસદ નિમુબેન બાંભણિયા (Nimuben Bambhania) મંત્રીપદના શપથગ્રહણ કર્યા હતા. શપથ બાદ નિમુબેને ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે, સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મંત્રી બનીશ. આ માટે મારી પાર્ટી અને ભાજપનો ખૂબ ખૂબ આભાર. તેમણે કહ્યું કે, ભાજપની આ તાકાત છે એક સામાન્ય કાર્યકર પણ મંત્રી બની શકે છે. મને કોઈ પણ મંત્રાલય મળે, દેશના વિકાસમાં યોગદાન આપીશ. જણાવી દઈએ કે, ગઈકાલે પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) પણ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. ઉપરાંત, નવસારીથી સાંસદ CR પાટીલ અને રાજ્યસભાના સભ્ય એસ.જયશંકર (S. Jaishankar) અને ગાંધીનગરથી સાંસદ અમિત શાહ (Amit Shah) એ પણ શપથગ્રહણ કર્યા હતા.

કેન્દ્રીય મંત્રીમંડળથી રાજકોટ વર્ષોથી દૂર!

જણાવી દઈએ કે, આ વખતે રાજકોટથી સાંસદ પરશોત્તમ રૂપાલાનું (Parshottam Rupala) પત્તુ કપાયું છે. રાજકોટના (Rajkot) સાંસદ મંત્રીપદથી વર્ષોથી દૂર રહ્યા છે. આ પહેલા પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા મંત્રી બન્યા હતા પણ થોડા જ સમયમાં તેમને આ પદ છોડ્યું પડ્યું હતું. વર્ષ 2016 થી રાજકોટ બેઠક કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીપદથી વંચિત રહ્યું છે. આ વખતે સિનિયર નેતાઓમાં સાંસદ પૂનમબેન માડમ (Poonamben Madam), વિનોદ ચાવડા અને રાજેશ ચુડાસમાનો પણ વારો આવ્યો નહીં.

 

આ પણ વાંચો – શપથ સમારોહમાં જ ખબર પડી ગઇ કે…..!

આ પણ વાંચો – “MODIનો મંત્રીઓને આદેશ……તમે…”

આ પણ વાંચો – Modi Cabinet 3.0 : ગુજરાતમાંથી આ ચહેરાઓને મળશે મહત્ત્વની જવાબદારી, જાણો સાથી દળોમાં કોણ IN અને કોણ OUT!