Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Modasa: ST Bus માં મુસાફર મહિલાએ મહિલા Conductor ને માર માર્યો, Video થયો Viral

02:39 PM Sep 19, 2024 |
  1. અરવલ્લીમાં મેઘરજથી મોડાસા ST બસમાં ઝપાઝપી
  2. મહિલા કંડક્ટર અને મુસાફર વચ્ચે થઇ ઝપાઝપી
  3. ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની બાબતે થઇ બબાલ

Modasa: ગુજરાતમાં અત્યારે મહિલાઓ પણ નોકરી કરવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એસટી બસોમાં કંડક્ટર તરીકે મહિલાઓ પણ નોકરી કરી રહી છે. પરંતુ શું આ મહિલાઓ સુરક્ષિત છે ખરા? નોંધનીય છે કે, મેઘરજથી મોડાસા એસ.ટી બસમાં ઝપાઝપીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મેઘરજથી મોડાસા બસમાં મહિલા કંડકટર અને મુસાફર મહિલાએ વચ્ચે ઝપાઝપી થયાનો વીડિયો અત્યારે સામે આવ્યું છે.

આ પણ વાંચો: Honey Trap કરી મિત્રએ ભાઇબંધ પાસેથી 7.25 કરોડ પડાવ્યા, ક્રાઈમ બ્રાંચ કેમ મૌન ?

માત્ર ટિકિટ દરની લેતીદેતી બાબતે એસટી બસમાં ઝપાઝપી થઈ

મળતી જાણકારી પ્રમાણે ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી કરી હતી. આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે, શું એસ.ટી બસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરો અસુરક્ષિત છે? મેઘરજથી મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર પર અન્ય મુસાફર મહિલા દ્વારા ઝપાઝપીનો અત્યારે ખુબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. માત્ર ટિકિટ દરની લેતીદેતી બાબતે મેઘરજથી મોડાસા એસટી બસમાં ઝપાઝપીની ઘટના બની હતી.

આ પણ વાંચો: બાપુનગર વિસ્તારની રંજન સ્કુલ મામલે વાલીઓની જીત, શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

મેઘરજથી મોડાસા એસ.ટી બસમાં ઝપાઝપીની ઘટના બની

આખરે મહિલાઓ જે એસટીમાં રાત્રિ પાળીમાં નોકરી કરે છે તેમની સુરક્ષાનું શું? આખરે તેમનો પણ ઘર પરિવાર હોય છે. છતાં અરવલ્લીના મેઘરજથી મોડાસા એસ.ટી બસમાં ઝપાઝપીની ઘટના બની હતી. તેનો વીડિયો અત્યારે વાયરલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની લેતી દેતી બાબતે મહિલા કંડકટર પર ઝપાઝપી થઈ હતી. હવે આ મામલે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Morbi: મંજૂરી વિના ગણેશ વિસર્જન કરતા ગુનો નોંધાયો, આયોજકો અને કાર્યકર્તાઓમાં રોષ