+

મિથુન ચક્રવર્તીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં, પુત્રએ આપ્યું હેલ્થ અપડેટ

મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. તેમને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને કિડનીમાં પથરીની સમસ્યા હતી અને હવે અભિનેતા સ્વસ્થ છે. સોશિયલ મીડિયા પર એક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી હોસ્પિટલના બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને તેના ફેન્સ નારાજ થઈ ગયા અને તેમના સ્
મિથુન ચક્રવર્તીના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી છે. તેમને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને કિડનીમાં પથરીની સમસ્યા હતી અને હવે અભિનેતા સ્વસ્થ છે. 
સોશિયલ મીડિયા પર એક ફોટો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી હોસ્પિટલના બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે. આ ફોટો જોઈને તેના ફેન્સ નારાજ થઈ ગયા અને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા લાગ્યા. મિથુન ચક્રવર્તીની વાયરલ તસવીરને કારણે તેમના સ્વાસ્થ્યને લગતી ઘણી અફવાઓ પણ ઉડવા લાગી હતી, આ બાબતે તેમના પુત્ર મિમોહ ચક્રવર્તીએ તેમના વિશે માહિતી આપી છે. અભિનેતાના પુત્રએ જણાવ્યું કે મિથુન ચક્રવર્તીને કિડનીમાં પથરીની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

મિથુન ચક્રવર્તી હેલ્થ અપડેટ
પિતાની તબિયત વિશે માહિતી આપતા તેમના પુત્રએ જણાવ્યું કે મિથુન ચક્રવર્તીને કિડની સ્ટોનની સમસ્યા હતી. જેના કારણે તેમને બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ફોટામાં તે બેભાન અવસ્થામાં  જોવા મળી રહ્યા છે. તે હવે સ્વસ્થ છે અને તેમને રજા આપવામાં આવી છે. હવે તેઓ ઘરે આરામ કરી રહ્યાં છે.
ચાહકો માટે રાહત
મિથુન ચક્રવર્તી વિશે સાચી માહિતી આવ્યા બાદ તેમના ચાહકો ખુશ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે, આ પહેલાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના હોસ્પિટલ જવાના સમાચાર સામે આવ્યા હતા. આ પછી લોકો મિથુન ચક્રવર્તી વિશે સાંભળીને તમામ પ્રકારની અફવાઓ ફેલાવી રહ્યા હતા. 

વર્કફ્રન્ટમાં શું ચાલી રહ્યું છે
મિથુન ચક્રવર્તીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા છેલ્લે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં જોવા મળ્યાં હતાં. ફિલ્મમાં તેની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ આવી હતી. અગાઉ, અભિનેતા રિયાલિટી શો હુનરબાઝમાં જજ તરીકે જોવા મળ્યો હતો.
Whatsapp share
facebook twitter