+

આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિદ્યાપીઠને સ્વચ્છ બનાવવાની મુહિમ

આજે ગુજરાત રાજ્યના રાજયપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા. સતત છઠ્ઠા દિવસે પણ ગુજરાત વિદ્યાપીઠમાં રાજયપાલ દ્વારા સફાઈ કરવામાં આવી. દેવવ્રતજી સાથે અમદાવાદ મનપાનો 40 લોકોનો સ્ટાફ પણ જોડાયો હતો. અત્યાર સુધી વિદ્યાપીઠમાંથી 66 ટ્રક કચરો બહાર કઢાયો છે.7 દિવસમાં 66 ટ્રક કચરો નિકળ્યોવિદ્યાપીઠમાં સ્વચ્છતાને લઈ કુલપતિ દેવવ્રતજી લાલà
આજે ગુજરાત રાજ્યના રાજયપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત ફરી એકવાર ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા. સતત છઠ્ઠા દિવસે પણ ગુજરાત વિદ્યાપીઠમાં રાજયપાલ દ્વારા સફાઈ કરવામાં આવી. દેવવ્રતજી સાથે અમદાવાદ મનપાનો 40 લોકોનો સ્ટાફ પણ જોડાયો હતો. અત્યાર સુધી વિદ્યાપીઠમાંથી 66 ટ્રક કચરો બહાર કઢાયો છે.
7 દિવસમાં 66 ટ્રક કચરો નિકળ્યો
વિદ્યાપીઠમાં સ્વચ્છતાને લઈ કુલપતિ દેવવ્રતજી લાલઘૂમ થયા હતા. મહાત્મા ગાંધીના મૂલ્યો પર કામ કરી રહ્યો છું તેવું દેવવ્રતજી દ્વારા કહેવામાં આવ્યું. તેમજ 7 દિવસમાં 66 ટ્રક ભરી કચરો બહાર કાઢવામાં આવી. સંસ્થા સ્વચ્છતાની આગ્રહી હોત તો આટલો કચરો બહાર ના નીકળ્યો હોત તેવી પણ વાત રાજયપાલ દ્વારા કરાઈ.
વિદ્યાપીઠનો દરેક ક્ષેત્રે વિકાસ કરાશે
સ્વચ્છતા અભિયાન સાથે વિદ્યાપીઠમાં શિક્ષણ પર પણ ભાર મુકાશે તેવી વાત તેમને કરી. વિદ્યાપીઠનો દરેક ક્ષેત્રે વિકાસ થાય એ માટે કામ કરી રહ્યા છીએ તથા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છ રહેવા અને સ્વચ્છતા જાળવવા માટે રાજયપાલ દ્વારા કહેવામાં આવ્યું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter