+

માઇકલ બ્રેસવેલે એક સમય માટે ઈન્ડિયન્સ ફેન્સના ધબકારા વધારી દીધા, રોમાંચક રહી અંતિમ ઓવર

ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ ગઇ કાલે (બુધવાર) હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતી ટીમ ઈન્ડિયા (Team India) એ પહેલા બેટિંગ પસંદ કરી ન્યૂઝીલેન્ડની સામે પહાડ જેવો 350 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઇ ત્યારે શરૂઆતમાં બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું પરંતુ તે પછી સમયાંતરે વિકેટો પડવા લાગ
ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે વનડે શ્રેણીની પ્રથમ મેચ ગઇ કાલે (બુધવાર) હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતી ટીમ ઈન્ડિયા (Team India) એ પહેલા બેટિંગ પસંદ કરી ન્યૂઝીલેન્ડની સામે પહાડ જેવો 350 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઇ ત્યારે શરૂઆતમાં બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું પરંતુ તે પછી સમયાંતરે વિકેટો પડવા લાગી. આ જોતા એવું લાગ્યું હતું કે, ન્યૂઝીલેન્ડની ટીમ પણ મોટા માર્જીનથી આ મેચ હારી જશે. પરંતુ જે વિચાર્યું તેનાથી સંપૂર્ણ વિપરીત પરિસ્થિતિ જોવા મળી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન માઇકલ બ્રેસવેલ (Michael Bracewell) એ એક એવી ઈનિંગ રમી કે અંતમાં ટીમ ઈન્ડિયાના ફેન્સના ધબકારા વધી ગયા હતા.
ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી
બુધવારે રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 12 રને જીત મેળવી હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ (Rajiv Gandhi International Stadium) માં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે પહેલા રમતા ન્યૂઝીલેન્ડને 350 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 337 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી શુભમન ગિલે 208 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને ‘મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ બોલરોમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ અને શાર્દુલે 2-2 વિકેટ લીધી હતી.

બ્રેસવેલે ફટકારી શાનદાર સદી
350 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 131 રનમાં 6 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. તે સમયે એવું લાગતું હતું કે કિવી ટીમ આસાનીથી મેચ હારી જશે, પરંતુ માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનરે શાનદાર રમત રમી હતી. માઈકલ બ્રેસવેલ અને મિશેલ સેન્ટનર વચ્ચે 163 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. બંને ખેલાડીઓની ભાગીદારીએ મેચનો માર્ગ જ બદલી નાખ્યો. જોકે, ડેથ ઓવરમાં ભારતીય બોલરોએ ધમાકેદાર વાપસી કરી હતી. બ્રેસવેલની તોફાની ઇનિંગ્સે ભારતના હાથમાંથી મેચ લગભગ છીનવી લીધી હતી. બ્રેસવેલે 78 બોલમાં 12 ચોક્કા અને 10 છક્કાની મદદથી 140 રન બનાવ્યા હતા. જોકે શાર્દુલે છેલ્લી ઓવરમાં બ્રેસવેલને આઉટ કર્યો હતો. વળી આ દરમિયાન એવું પણ લાગ્યું હતું કે, મેચ ન્યૂઝીલેન્ડ આસાનીથી જીતી જશે. 

માઈકલ બ્રેસવેલને IPL 2023ની હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો
ભારત સામેની શ્રેણીની પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયા માટે જો કોઇ સૌથી ખતરનાક બેટ્સમેન સાબિત થયો હોય તો તે માઈકલ બ્રેસવેલ છે. આ 31 વર્ષીય માઈકલ બ્રેસવેલને IPL 2023ની મીની હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો. તેની મૂળ કિંમત એક કરોડ રૂપિયા હતી. બ્રેસવેલ ડગ બ્રેસવેલ અને હાસ્ય કલાકાર મેલાની બ્રેસવેલના પિતરાઈ ભાઈ છે. ખાસ વાત એ છે કે ડગ બ્રેસવેલ પણ એક ક્રિકેટર છે અને તે વર્તમાન વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ ટીમનો ભાગ છે. માઈકલ બ્રેસવેલે પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ખાસ વાત એ છે કે, માઈકલ બ્રેસવેલ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં એડમ ગિલક્રિસ્ટની જેમ ટોપ ઓર્ડરનો વિકેટકીપર-બેટ્સમેન હતો, પરંતુ બાદમાં તેણે વિકેટકીપિંગ છોડીને ઓફ-સ્પિન બોલિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એટલે કે તે બેટિંગ ઓલરાઉન્ડર બન્યો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter