Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફરસાણની દુકાને મળે તેવી મગની દાળ કચોરી બનાવવા માટેની રીત

04:54 PM Apr 16, 2023 | Vipul Pandya

મગ દાળ કચોરી બનાવવા માટેની સામગ્રી: 

ઉપર ના પડ માટે:

2 કપ – મેંદો

4 ટેબલ સ્પૂન – તેલ

સ્વાદ અનુસાર – મીઠું

તળવા માટે – તેલ
સ્ટફિંગ :

1/2 કપ – મગ ની દાળ

3 ટેબલ સ્પૂન – તેલ

1/2 ટી સ્પૂન – જીરું

2 ટેબલ સ્પૂન – આખા ધાણા અધકચરા ખાંડેલા

2 ટી સ્પૂન – વરિયાળી નો અધકચરો ભૂકો

1/2 ટી સ્પૂન – મરી પાઉડર

1 ટેબલ સ્પૂન – લાલ મરચું પાઉડર

2 ટેબલ સ્પૂન – ચણા નો લોટ

1/2 ટી સ્પૂન – સંચળ

1 ટી સ્પૂન – કસૂરી મેથી

1/2 ટેબલ સ્પૂન – આમચૂર પાઉડર

1 ટેબલ સ્પૂન – ખાંડ

સ્વાદ અનુસાર – મીઠું

બનાવવા માટેની રીત: 
  • ઉપરના પડ માટેની જણાવેલ તમામ સામગ્રી મિક્સ કરી કઠણ કણક બાંધ 20 મિનિટ રેસ્ટ આવો.
  • મગની દાળને ધોઈને 2-3 કલાક પલાળી અધકચરી વાટી લો. પછી કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું, ધાણા પાઉડર, વરીયાળીનો ભુક્કો, મરી,લાલ મરચું, ચણાનો લોટ અને સંચળ ઉમેરી મિક્સ કરી લો.
  • 2 મિનિટ પછી તેમાં વાટેલી મગની દાળ ઉમેરી સાંતળો. 5 મિનિટ પછી તેમાં બાકીના મસાલા મિક્સ કરી 2 મિનિટ પછી ગેસ બંધ કરો.
  • હવે કણકમાંથી લુવા કરી પૂરી વણી તેમાં સ્ટફિંગ મૂકી ફરીથી હળવા હાથે વણીને ગોલ્ડન થાય તેમ ધીમા તાપે તળી ગરમાગરમ સર્વ કરો.