Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રૂ.2000 ની નોટ પાછી ખેંચવાના નિર્ણય બાદ Memes નો થયો વરસાદ

08:42 PM May 19, 2023 | Hardik Shah

8 નવેમ્બર 2016 માં જે રૂપિયા 2000 ની નોટને RBI એ બહાર પાડી હતી તેને હવે આજે 6.5 વર્ષ જેટલા થયા. જો તમારી પાસે પણ બે હજારની નોટ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ત્યારે હવે આજે RBI એ એક મોટો નિર્ણય લેતા આ તમામ નોટને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. જોકે, તે લીગલ ટેન્ડર રહેશે. RBI ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેશે. આ નોટો 30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડર રહેશે.

2,000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે

શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કહ્યું કે, 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવશે. જો કે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે 2,000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ સાથે RBIએ બેંકોને 2000 રૂપિયાની નોટો જારી કરવાનું તાત્કાલિક બંધ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં દરેકના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. પહેલો સવાલ એ છે કે 2000 રૂપિયાની નોટને લઈને RBIના આદેશનો શું અર્થ છે? અને જો અમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો શું કરવું જોઈએ. RBI દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. તે માત્ર તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે, તો તમે તેને કોઈપણ બેંકમાં જઈને બદલી શકો છો.

RBI ના આ નિર્ણય બાદ સોશિયલ મીડિયામાં Memes નો વરસાદ જોવા મળ્યો છે. આ નિર્ણય બાદના ઘણા મીમ્સ વાયરલ કરતા લોકો ખૂબ મજા લઇ રહ્યા છે….

2000 રૂપિયાની નોટ ક્યારે બહાર પાડવામાં આવી હતી

જણાવી દઈએ કે 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી હટાવી લેવામાં આવી હતી. આ કરન્સીની જગ્યાએ 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડવાનું કામ રિઝર્વ બેંકે કર્યું. રિઝર્વ બૅન્કનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ તે નોટોના મૂલ્યને સરળતાથી ભરપાઈ કરશે, જે ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી.

બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો
RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની બેંક નોટ (2,000 રૂપિયાની નોટ) છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – રૂપિયા 2 હજારની નોટ થઈ બંધ, જો તમારી પાસે પડી હોય તો કરો આટલું કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ