+

VADODARA : “પોતાના સ્વાર્થ માટે નારા લગાડ્યા…જનતા જાણે છે”, ધર્મેન્દ્રસિંહે કોંગ્રેસ પર તાક્યુ નિશાન

VADODARA : ગતરોજ વડોદરાના વાઘોડિય વિધાનસભાની પેટા ચૂંટણીમાં (WAGHODIA BY ELECTION) ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP CANDIDATE – DHARMENDRASINH VAGHELA) બિહાર પૂર્વાંચલ સમજ સંમેલન તથા મતદાતા જાગરૂતતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા…

VADODARA : ગતરોજ વડોદરાના વાઘોડિય વિધાનસભાની પેટા ચૂંટણીમાં (WAGHODIA BY ELECTION) ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP CANDIDATE – DHARMENDRASINH VAGHELA) બિહાર પૂર્વાંચલ સમજ સંમેલન તથા મતદાતા જાગરૂતતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરવાના શપથ પણ લીધા હતા. આ તકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓ પર નિશાન તાકતા કહ્યું કે, પોતાના સ્વાર્થ અને પોતાના વોટ માટે જય ભવાની બોલવાથી તમને જનતા મત આપી દેવાની, જનતા જાણે જ છે.

નામ લીધા વગર વધુ એક વખત નિશાન તાક્યું

વડોદરામાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદાન યોજાનાર છે. ત્યારે વાઘોડિયા બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. વાઘોડિયાના દબંગ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલને ટેકો જાહેર કર્યા બાદ વિરોધીઓના નામ લીધા વગર વિરોધીઓ પર ભારે વરસ્યા હતા. જે બાદ હવે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ નામ લીધા વગર વધુ એક વખત નિશાન તાક્યું છે.

સવારે વહેલા ઉઠીને મતદાન કરો

આ તકે ભાજપના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવે છે કે, ભાજપને ગામે-ગામ શહેરોમાં વોર્ડે-વોર્ડ ભારે જનસમર્થન મળી રહ્યું છે. વડોદરા અને વાઘોડિયાની જનતામાં ખુબ ઉત્સાહ છે. અમે જંગી મતોથી વિજયી થઇશું. નાનામાં નાના બાળકોથી લઇને વડીલ સુધીના લોકો ભાજપના જનસમર્થનમાં જોડાયા છે. સૌને કહેવું છે કે, ગરમી પુષ્કળ છે, સવારે વહેલા ઉઠીને મતદાન કરો. મતદાનથી કોઇ વંચિત ન રહી જાય.

બરાબરનો સબક શીખવાડવાની છે

વધુમાં તેઓ ઉમેરે છે કે, જે કોંગ્રેસને રામ મંદિરના આમંત્રણ આપવામાં આવ્યું, 500 વર્ષથી હિંદુઓની આસ્થા સમાન છે, તેઓ જ્યારે ટેંટમાંથી ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થઇ રહ્યા હોય, વિદેશમાં પણ જેમના દર્શનને લઇને ઉત્સાહ હોય, દર્શન માટે પડાપડી હતી, ત્યારે કોંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે આમંત્રણ ઠુકરાવી દીધું હતું. કોઇ પણ વ્યક્તિ રામલલાના દર્શન કરવા ન ગયું હોય, તે લોકો જય ભવાનીના સ્ટેજ પરથી નારા લગાવે, તો કોઇ જનતા મુર્ખ નથી. પોતાના સ્વાર્થ અને પોતાના વોટ માટે જય ભવાની બોલવાથી તમને જનતા મત આપી દેવાની, જનતા જાણે જ છે, તમારે જ્યારે મત જોઇતા હોય ત્યારે તમે જય ભવાનીનો નારો લગાવો છો, આજસુધી જય ભવાનીનો નારો લગાડવાવાળા ક્યાં ગયા હતા. જનતાને ખબર છે, અને જનતા બરાબરનો સબક શીખવાડવાની છે.

આ પણ વાંચો — VADODARA – લોકસભા ઉમેદવારોનો છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર

Whatsapp share
facebook twitter