Mehsana: મહેસાણાના કડીમાં એક પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, કડીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પિતા અને બે બાળકોએ કેનાલમાં મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સ્થાનિકો દ્વારા બે વર્ષના એક બાળકનો તો આબાત બચાવ કરી લેવામાં આવ્યો છે. જો કે, અત્યારે પિતા અને અન્ય એક બાળકની શોધખોળ હજું પણ ચાલુ છે.
આખરે શા માટે આ પરિવારે આપઘાત કર્યો?
અત્યારે આપઘાત કરવાની ઘટનાઓ સતત વધી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે લોકો નાની નાની વાતો કે ચિંતાઓમાં આપઘાત કરવાનો વિચાર કરી લેતા હોય છે. પરંતુ આ ઘટનાની વાત કરવામાં આવે તો, શા માટે આ પરિવારે આપઘાત કર્યો? તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી આપઘાતનું કારણ અગમ્ય છે. મળતી વિગતો પ્રમાણે એક બાળકનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે. પરંતુ પિતા સહિત એક બાળકની શોધખોળ ચાલી રહીં છે.
નોંધનીય છે કે, એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો જેના કારણે અત્યારે સમગ્ર પંથકમાં શોકમાં માહોલ છે. આ સાથે લોકોએ અનેક પ્રકારની ચર્ચાઓને પણ વેગ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે.