+

Megha Engineering and Infrastructure Ltd: CBI એ સૌથી વધુ બોન્ડ ખરીદનાર કંપની ઠેકાણ પર પાડ્યા દરોડો

Megha Engineering and Infrastructure Ltd: તાજેતરમાં CBI એ ચૂંટણી બોન્ડ (Electoral bond) ખરીદનારમાં બીજા ક્રમ પર રહેલી કંપની Megha Engineering and Infrastructure Ltd ના સત્તાવર સ્થળો પર દરોડા પાડ્યા હતા.…

Megha Engineering and Infrastructure Ltd: તાજેતરમાં CBI એ ચૂંટણી બોન્ડ (Electoral bond) ખરીદનારમાં બીજા ક્રમ પર રહેલી કંપની Megha Engineering and Infrastructure Ltd ના સત્તાવર સ્થળો પર દરોડા પાડ્યા હતા. CBI એ કંપની પર કથિત રીતે લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. CBI એ Megha Engineering and Infrastructure Ltd અને NMDC આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ અને સ્ટીલ મંત્રાલયના 8 અધિકારીઓ સામે કેસ નોંધ્યો છે.

  • સૌથી વધુ બોન્ડ ખરીદનાર કંપની પર CBI ના દરોડા
  • કંપીએ રૂ. 966 કરોડના બોન્ડ ખરીદ્યા હતા
  • 8 અધિકારીઓ સામે રૂ. 73.85 કરોડનો કેસ

એક અહેવાલ અનુસાર, CBI એ હૈદરાબાદ સ્થિત Megha Engineering and Infrastructure Ltd પર 315 કરોડના પ્રોજેક્ટના અમલીકરણમાં ગેરરીતિ હોવાના મામલે દરોડા પાડ્યા હતા. આ કંપનીએ રૂ. 966 કરોડના Electoral bond ખરીદ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, જગદલપુર ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સાથે સંબંધિત કામોના સંબંધમાં રૂ. 174 કરોડનાMegha Engineering and Infrastructure Ltd ના બિલ ક્લિયર કરવા માટે રૂ. 78 લાખની લાંચ કથિત રીતે ચૂકવવામાં આવી હતી.

કંપીએ રૂ. 966 કરોડના બોન્ડ ખરીદ્યા હતા

CBI ના જણાવ્યા અનુસાર, લાંચ લેવાના આરોપમાં NISP અને NMDC ના આઠ અધિકારીઓ અને MECON ના બે અધિકારીઓના નામ પણ FIR માં નોંધવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા 21 માર્ચના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, Megha Engineering and Infrastructure Ltd નું નામ Electoral bond ખરીદનાર તરીકે સામે આવ્યું હતું. કંપનીએ રૂ. 966 કરોડના Electoral bond ખરીદ્યા હતા.

સૌથી વધુ ભાજપને બોન્ડ આપ્યા

ત્યારે કંપનીએ ભાજપને સૌથી વધુ 586 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તો બાકીના Electoral bond નું BRS ને રૂ. 195 કરોડ, DMK ને રૂ. 85 કરોડ અને YSRCP ને રૂ. 37 કરોડ, DTP ને રૂ. 25 કરોડ, Congress ને રૂ. 17 કરોડ અને અન્ય 10 કરોડના Electoral bond પાર્ટીઓને સરખા પ્રમાણમાં વહેંચવામાં આવ્યા હતા.

8 અધિકારીઓ સામે રૂ. 73.85 કરોડનો કેસ

જોકે CBI એ કંપની વિરુદ્ધ 10 ઓગસ્ટ, 2023 ના રોજ ઈન્ટેક વેલ અને પંપ હાઉસ અને ઈન્ટીગ્રેટેડ ખાતે ક્રોસ-કન્ટ્રી પાઈપલાઈનના કામો સંબંધિત રૂ. 315 કરોડના પ્રોજેક્ટમાં કથિત લાંચના કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. CBI એ NISP અને NMDC ના 8 વ્યક્તિઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત દાસ, ડિરેક્ટર ડીકે મોહંતી, ડીજીએમ પીકે ભૂયાન, ડીએમ નરેશ બાબુ, સિનિયર મેનેજર સુબ્રો બેનર્જી, નિવૃત્ત સીજીએમ એલ કૃષ્ણ મોહન, જનરલ મેનેજર કે. રાજશેખર, મેનેજર સોમનાથ ઘોષ પર 73.85 લાખ રૂપિયાની કથિત રીતે લાંચ લેવાનો આરોપ છે.

આ પણ વાંચો: Madhya Pradesh: બોરવેલમાં પડેલા મયંકનો 27 કલાક બાદ પણ નથી કોઈ પત્તો, બચાવ કામગીરી યથાવત

Whatsapp share
facebook twitter