Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SALANGPUR CONTROVERSY : સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક પૂર્ણ, વિવાદ ઉકેલવા સમિતિની રચના

11:15 AM Sep 04, 2023 | Hiren Dave

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ વિવાદ યથાવત રહ્યો છે. ત્યારે આજે સાળંગપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક મળી હતી જેમાં વિવાદ ઉકેલવા માટે સમિતિની રચના કરવામાં આવી છે ત્યારે ઋષિ ભારતી બાપુએ કમિટી મામલે નિવેદન આપતા જણાવ્યું કે આ ચિત્રો નહિ હટે તો સ્વામિનારાયણ સંપ્રદાય લડત માટે તૈયાર રહે . અમે  સ્વામિનારાયણ સંપ્રદાય સામે કોર્ટમાં પણ  લડવા  માટે  તૈયારી  બતાવી  હતી

 

બેઠકમાં માત્ર સમાધાન સમિતિ બનાવી સંતોષ માન્યો

ગઇકાલે વડતાલ તાંબાના મંદિરોના સંતોની બેઠક યોજાઈ હતી. ત્યારે સનાતન ધર્મના સંતો લડી લેવાના મૂડમાં છે. આજે કરણી સેના સાળંગપુરમાં વિરોધ પ્રદર્શન કરશે. તેમજ આવતીકાલે લીંબડીમાં સંતોનું મહાસંમેલન મળશે. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતોમાં આક્રોશ ફેલાયો છે. આવતીકાલે લિંબડીમાં સંતોની મોટી બેઠકમાં દેશભરના સંતો હાજરી આપશે. તથા આવતીકાલની બેઠકમાં રણનીતિ નક્કી કરાશે.

 

બેઠક માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી

બેઠક માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દેશભરમાંથી સાધુ-સંતો બેઠકમાં ઉમટશે. અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ માટે પણ ચર્ચા થશે. ત્યારે સાળંગપુરમાં ભીંતચિત્રો વિવાદમાં કરણીસેના મેદાને છે. રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના અને ક્ષત્રિય કરણીસેના વિરોધ કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, જે.પી.જાડેજા પણ સાળંગપુર જશે. તથા મોટી સંખ્યામાં કરણીસેનાના કાર્યકરો સાળંગપુર પહોંચશે. સાળંગપુર મંદિરે જઈ કરણીસેના ભીંતચિત્રો હટાવશે. તેમાં મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરોને જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

આ  પણ  વાંચો –GUJARAT RAIN NEWS : રાજ્યના આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ,જાણો શું છે આગાહી